શું ખરેખર આ બાપ પોતાના બાળકને છાતીએ લગાવીને કોલેજ જાય છે? જુઓ હકીકત

સોશિયલ મીડિયાની અંદર ઘણી તસવીરો અને ઘણા વિડીયો વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર તો લોકો હકીકત જાણ્યા વગર જ વાતને ફોરવર્ડ કર્યા કરે છે. આવી જ એક ફેક ન્યુઝ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એક બાપ પોતાના નવજાત શિશુને લઈને કોલેજમાં ભણાવી રહ્યો છે.

આ વાયરલ થઇ રહેલી તસ્વીર ઘણા લોકોએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હશે.  જેમાં કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિના બાળકની માતા બાળકને જન્મ આપવાની સાથે મૃત્યુ પામી હતી અને તેના પિતા તેને સાથે કોલેજમાં રાખીને બાળકોને ભણાવી રહ્યા છે.

પરંતુ વાયરલ થઇ રહેલી આ તસવીર ખોટી છે. હા, એક પિતાના પોતાના બાળકને કોલેજમાં સાથે લઈને આવે છે અને એક  માતાની જેમ તેની કાળજી લઇ રહ્યા છે, પરંતુ તે પ્રોફેસરની પત્ની મૃત્યુ નથી પામી તે હજુ જીવિત છે. બાળકને સાથે લઈને આવવાનું કારણ જુદું છે.

આઈએએસ અધિકારી અશ્વિન શરણ દ્વારા આ તસ્વીર પોતાના ટ્વીટર ઉપર શેર કરવાં આવી હતી, જેની સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ એક પ્રોફેસર છે અને બાળકના જન્મ બાદ તેની પત્નીનું મૃત્યુ થયું છે.

આ તસ્વીર પાછળની હકીકત સાવ જુદી છે. આ તસ્વીર વર્ષ 2016ની છે અને આ પ્રોફેસર ઇન્ડિયાનો નથી, પરંતુ મેક્સિકોની એક કોલેજનો છે અને આ બાળક પણ તે પ્રોફેસરનું નથી. આ બાળક તેની એક સ્ટુડન્ટનું છે.

હકીકતમાં એ પણ સામે આવ્યું છે કે બાળકની માતાને બાળકના કારણે અભ્યાસમાં તકલીફ થઇ રહી હતી. જેના કારણે પોરફેસરે જ બાળકને સાચવી લીધું અને જેના કારણે તેની માતા સારી રીતે અભ્યાસમાં મન લગાવી શકે.

Niraj Patel