નકલી દારૂને મોંઘી બોટલોમાં ભરીને વેચતા હતા, ફ્રેશ બોટલ બનાવી પોલીસને પણ બતાવી…વીડિયો થયો વાયરલ
તમે ઘણીવાર દારૂની હેરાફેરી સાથે જોડાયેલ ખબરો જોઇ હશે કે વાંચી હશે. દારૂબંધીવાળા રાજ્યમાં આ સામાન્ય બાબત છે, પરંતુ મોંઘી બોટલોમાં નકલી દારૂ ભરવાનો નવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચૂંટણી આવી ગઇ છે ત્યારે સ્વાભાવિક છે કે એક્સાઈઝ વિભાગ ખાસ કરીને આવા ધંધાઓ પર નજર રાખે છે. એક્સાઈઝ વિભાગ દ્વારા મુંબઈમાં દરોડા પાડવામાં આવ્યા ત્યારે એવું સત્ય સામે આવ્યું કે ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા.
હકીકતમાં, એક્સાઈઝ વિભાગે નકલી મોંઘો દારૂ ઓનલાઈન વેચતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી દેશી દારૂમાં કેમિકલ ભેળવીને વિદેશી વોડકા, સ્કોચ બોટલ વગેરેમાં ભરતી હતી. આ બોટલો જંક ડીલરો પાસેથી ખરીદવામાં આવી અને તેમાં નકલી દારૂ પેક કરવામાં આવતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં પકડાયેલ વ્યક્તિ બતાવી રહ્યો છે કે તે કેવી રીતે મોંઘી બોટલોમાં નકલી દારૂ ભરતો અને પેક કરતો.
આનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે આ દારૂની બોટલો મુંબઈના VIP અને અમીર લોકોને વેચવામાં આવતી હતી. વાસ્તવમાં, એક્સાઇઝ વિભાગને એરપોર્ટ પરથી જપ્ત કરાયેલ આયાતી દારૂના નામે નકલી વિદેશી દારૂ વેચવામાં આવતો હોવાના સમાચાર મળ્યા હતા. આ પછી ઓનલાઈન ડિલિવરી કરતી દુકાનોની તપાસ કરવામાં આવી અને પછી હકિકત સામે આવી.
View this post on Instagram