આ ખેલાડીએ ફક્ત 24 બોલમાં જ લગાવ્યું શતક, 43 બોલમાં ફટકારી દીધા 193 રન, બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ, જુઓ કોણ છે આ ધાકડ બેટ્સમેન

આવી તોફાની ઇનિંગ તો આજ પહેલા ક્યારેય નહિ જોઈ હોય, બોલરોનો પાડી દીધો પરસેવો, 43 બોલમાં બનાવ્યા 193 રન, જુઓ વીડિયો

Explosive innings of 193 runs off 43 balls : સમગ્ર વિશ્વમાં લીગ ક્રિકેટ રમાઈ રહી છે. જ્યાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને અનેક રેકોર્ડ તૂટે છે. પરંતુ યુરોપિયન ક્રિકેટ T-10 લીગની એક મેચમાં કંઈક એવું જોવા મળ્યું જેના પર ભાગ્યે જ કોઈ ક્રિકેટ ચાહક વિશ્વાસ કરી શકે. માત્ર 10 ઓવરની આ મેચમાં એક બેટ્સમેન તેની બેવડી સદીની નજીક આવ્યો હતો. આ બેટ્સમેનનું નામ છે હમઝા સલીમ દાર, જેણે માત્ર 43 બોલમાં 22 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 193 રનની અણનમ ઇનિંગ રમી હતી. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં બેટ્સમેનનો આ સૌથી મોટો સ્કોર છે.

હમઝા સલીમ ડારે ઐતિહાસિક ઇનિંગ રમી :

ક્રિકેટ ઈતિહાસની આ યાદગાર મેચ Catalunya Jaguar અને Sohal Hospitalet વચ્ચે રમાઈ હતી. જ્યાં પ્રથમ બેટિંગ કરવા આવેલા કેટાલુન્યા જગુઆરના ઓપનર હમઝા સલીમ ડારે ક્રિકેટના ઈતિહાસની સૌથી દુર્લભ ઈનિંગ્સ રમીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. તેની આખી ઈનિંગ દરમિયાન હમઝાએ 448.83ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. તેણે એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ઓપનિંગ બેટ્સમેનોએ તોફાની ઇનિંગ્સ :

હમઝા સલીમ ડારે તેની રેકોર્ડ બ્રેક ઇનિંગ રમી 43 બોલમાંથી 36 બોલમાં ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન માત્ર 7 બોલ એવા હતા જેના પર હમઝા મોટો શોર્ટ ફટકારી શક્યો ન હતો. જો આ મેચની વાત કરીએ તો કેટાલુનિયા જગુઆરની ટીમે આ મેચમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 10 ઓવરમાં 257 રનનો પહાડ જેવો ટાર્ગેટ હાંસલ કર્યો હતો. હમઝા સલીમ ડાર ઉપરાંત તેમના ઓપનર યાસિર અલીએ પણ 19 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ રમી હતી.

104 રનમાં સમેટાઈ વિરોધી ટિમ :

આ જ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સોહલ હોસ્પિટલની ટીમ 10 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 104 રનમાં જ સમેટાઈ ગઈ હતી. આ સમય દરમિયાન બેટિંગમાં અદ્ભુત એવા હમઝા સલીમ ડારે પણ બોલ સાથે શાનદાર રમત રમી હતી અને વિરોધી ટીમના 3 બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલી દીધા હતા.તેના ઓલરાઉન્ડ પ્રદર્શને કેટાલુન્યા જગુઆરને એકતરફી જીત અપાવી હતી. ત્યારે આ મેચનો હવે વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે અને લોકો આ ખેલાડીની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel