વિરાટ કોહલી બન્યો સ્પાઈડર મેન ! હવામાં એટલી ઊંચી છલાંગ લગાવીને બોલ રોક્યો કે જોનારાના હોશ ઉડી ગયા, જુઓ વીડિયો

ચિત્તાની જેમ ઉછળીને વિરાટ કોહલીએ અફઘાનિસ્તાન સામે રોકી સિક્સ, શોકિંગ વીડિયો જોઈને ઉડી ગયા સૌના હોશ, જુઓ તમે પણ

Excellent effort Virat Kohli ” ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની 3 ટી-20 મેચની શૃંખલા હાલમાં જ પૂર્ણ થઇ અને ભારતે આ સિરીઝ 3-0થી જીતી લીધી. ત્યારે અફઘાનિસ્તાન સામેની છેલ્લી ટી 20 મેચ ખુબ જ રોમાંચક રહી. જેમાં મેચ ટાઈ રહ્યા બાદ બે વાર સુપર ઓવર જોવા મળી. આ મેચમાં ભલે વિરાટ કોહલી પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો, પરંતુ તેની ફિલ્ડિંગ પર કોઈ અસર થઈ ન હતી. સામાન્ય રીતે એવું બને છે કે જ્યારે તમારું બેટ કામ ન કરતું હોય ત્યારે તમે તમારી ફિલ્ડિંગમાં પણ ભૂલો કરો છો, પરંતુ વિરાટ કોહલી હંમેશાની જેમ મેદાન પર તૈયાર દેખાતો હતા.

હવામાં ઉછળ્યો વિરાટ :

અફઘાનિસ્તાનની ટીમ 213 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરી હતી. ઇનિંગ્સની 17મી ઓવર ચાલી રહી હતી. અવેશ ખાનની આ ઓવરમાં કરીમ જનાતે લોંગ ઓન તરફ સિક્સર મારવાનો પ્રયાસ કર્યો હતો. કરીમ જનાત આમાં લગભગ સફળ રહ્યો હતો, પરંતુ વિરાટ કોહલી બોલ અને સિક્સર વચ્ચે હતો. વિરાટ કોહલીએ શાનદાર છલાંગ લગાવી અને એક હાથે બોલ કેચ કર્યો. કેચ થયો હતો, પરંતુ વિરાટ કોહલીએ કેચ છોડવો પડ્યો હતો.

5 રન બચાવ્યા :

વિરાટ કોહલી બાઉન્ડ્રી લાઇન પર ઊભો હતો અને ત્યાંથી તેણે છગ્ગાને રોકવા હવામાં કૂદકો માર્યો હતો. બોલ વિરાટના હાથમાં હતો, પરંતુ જેવી વિરાટને ખબર પડી કે તે બોલ સાથે બાઉન્ડ્રીની બહાર પડી શકે છે, તેણે બોલને મેદાનની અંદર છોડી દીધો. આ દરમિયાન અફઘાનિસ્તાનના બેટ્સમેનો માત્ર એક રન બનાવી શક્યા હતા. આ રીતે વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે પાંચ રન બચાવ્યા અને જ્યાં સિક્સ મળવાની હતી ત્યાં એક રન જ મળ્યો.

ફિટનેસ માટે છે આદર્શ :

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અત્યારે 35 વર્ષનો છે, પરંતુ જ્યારે તે આ પ્રકારની ફિલ્ડિંગ બતાવે છે ત્યારે તે યુવા ખેલાડીઓને પણ શરમાવે છે. ફિટનેસના માપદંડો પર, વિરાટ કોહલી હાલમાં ભારતીય ટીમના યુવા ખેલાડીઓ કરતાં આગળ છે અને આ ફિલ્ડિંગ તે તમામ યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે કે આ ઉંમરે પણ તે ફિટનેસ દ્વારા અને ટીમ માટે મેદાન પર આવા પ્રયાસો આપી શકે છે અને તે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Niraj Patel