મનોરંજન

પહેલીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી રણબીર કપૂરની અભિનેત્રી એવલીન શર્મા, જુઓ તસવીરો

” યે જવાની હે દીવાની” રણબીર કપૂર જે બોલ્ડ અભિનેત્રી પાછળ લટ્ટુ હતો એ યાદ છે? જુઓ હવે કેવું ફિગર થઇ ગયું

બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ચોંકાવનારી ખબરો આવતી રહે છે, કોઈ અચાનક લગ્ન કરી લે છે તો કોઈના ડિવોર્સની ખબરો આવે છે. આજે અભિનેત્રી દિયા મિર્ઝાએ માતા બનાવની ખબર આપી તો કોઈ પોતાની પ્રેગ્નેન્સીની ખબરો શેર કરી અને ચાહકોને ચોંકાવી દેતા હોય છે.

ગયા મહિને ગુપચુપ રીતે લગ્ન કરીને ચાહકોને જેને ચોંકાવી દીધા હતા અને “યે જવાની હે દીવાની” અને “યારિયા” જેવું સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી એવ્લીન શર્માએ હાલમાં જ પોતાની પ્રેગ્નેન્સીની ખબરની જાહેરાત કરી છે.

એવલીનના ચાહકો આ ખબર સાંભળીને ખુબ જ હેરાન થી ગયા છે. એવલીને પહેલીવાર બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો છે. એવલીને પોતાના જન્મ દિવસની એક તસ્વીર શેર કરી છે જેમાં તે પોતાનો બેબી બમ્પ પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

એવલીન સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે. તે મોટાભાગે પોતાની તસવીરો પણ શેર કરે છે. પોતાના લગ્ન વિશે પણ એવલીને સોશિયલ મીડિયામાં જ તસવીરો શેર કરીને જણાવ્યું હતું અને હવે હાલમાં તે પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત પણ સોશિયલ મીડિયામાં તસ્વીર શેર કરીને કરી રહી છે. આ તસ્વીરમાં તે ખુબ જ ખુશ નજર આવી રહી છે.

એવલીન શર્માએ પોતાના અધિકારીક ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની આ તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં એવલીને આસમાની રંગનું ટાઈટ ફિટેડ બોડીકૉન ડ્રેસ પહેરી રાખ્યો છે. આ સાથે તેને હલકા ગુલાબી રંગનું સ્વેટર પણ પહેર્યું છે.

આ તસ્વીરની અંદર એવલીન પોતાના પેટ ઉપર હાથ રાખી અને ખુબ જ ખુશ નજર આવી રહી છે. આ તસ્વીર શેર કરવાની સાથે જ તેને કેપશનમાં લખ્યું છે કે “પહેલીવાર લોકો મારા વધેલા પેટ સાથની તસ્વીરની પ્રસંશા કરી રહ્યા છે.”

એવલીનની આ તસવીરો ઉપર તેના ચાહકો તેને શુભકામનાઓ આપી રહ્યા છે, સાથે સાથે તેને પોતાનું ધ્યાન રખવાની પણ સલાહ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે એવલીને થોડા સમય પહેલા જ પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી.  એવલીને હાલમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં પણ આ ખુશખબરી શેર કરી હતી.