36ની ઉંમરે પોતાને ફિટ રાખવા માટે ઇશા ગુપ્તા કરે છે આ કામ, હજુ પણ કુંવારી છે

બોલિવુડ એક્ટર્સ પર બોડી બનાવવાનું જેટલુ ભૂત સવાર રહે છે, તેટલુ જ અભિનેત્રી પર તેમની ફિગરની ચિંતા માટે હોય છે. અભિનેત્રીઓ તેમના ફિગરને મેઇનટેઇન રાખવા માટે ઘણી એક્સરસાઇઝ કરે છે અને જીમમાં પરસેવો વહાવે છે. ઘણી અભિનેત્રીઓ તો એવી પણ છે જે 30 વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ કઠિન યોગા અને એકસરસાઇઝ કરી લે છે. કંઇક આવું જ એક તસવીરમાં જોવા મળ્યુ. એક તસવીર ઇશા ગુપ્તાની સામે આવી છે,

જેમાં તે ઘણો જ કઠિન યોગા કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીર જોઇ એવું લાગી રહ્યુ છે કે આ યોગા કરવા માટે તમારુ પોતાની બોડી પર બેલેન્સ હોવું જરૂરી છે. નહિ તો આ પોઝને કરવો કઠિન જ નહિ પરંતુ નામુમકિન છે. જો કે, આ તસવીરમાં અભિનેત્રીનો ચહેરો નજર આવી રહ્યો નથી, પરંતુ ઇશા ગુપ્તાએ આ તસવીર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેના ફોટો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- કેટલું સરસ બેલેન્સ છે.

આ સિવાય ઘણા યુઝર્સ હોટ અને વેરી ગુડ જેવી કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ પહેલા પણ ઇશા ગુપ્તા યોગ કરતી વખતે ઘણી તસવીરો શેર કરી ચૂકી છે. ઘણી તસવીરોમાં તે ખૂબ જ મુશ્કેલ આસન કરતી પણ જોવા મળે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન એશા ગુપ્તાએ કહ્યું હતું કે જ્યારે તેને આશ્રમ 3ની ઓફર મળી ત્યારે તે ખૂબ જ ખુશ હતી. ઇશા ગુપ્તાએ પોતાના રોલ વિશે કહ્યું હતું કે- ‘હું પોતે આ સિરીઝની ફેન રહી છું. જે ક્ષણે મેં સ્ક્રિપ્ટ વાંચી,

મને ખબર હતી કે મારે આ વેબ સિરીઝનો ભાગ બનવું છે કારણ કે નિર્માતાઓ મને એક મજબૂત પાત્ર લાવ્યા હતા. મેં સ્ક્રિપ્ટ વાંચતાની સાથે જ હા પાડી દીધી હતી.જન્નત 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર ઇશા ગુપ્તા તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે. કેટલીકવાર ઇશા ગુપ્તાની તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. ઇશા ગુપ્તાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ જ કારણ છે કે ઈશાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. ઈશાની તસવીરો જોઈને એવું કહેવું ખોટું નહીં હોય કે તે બોલ્ડનેસની તમામ હદો પાર કરે છે. તે ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી જોવા મળે છે.ઈશાએ પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની બોલ્ડ ફેશનની સાથે લોકો તેના જોરદાર અભિનયને પણ માનતા થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા ગુપ્તાએ રાઝ 3D, ચક્રવ્યૂહ, હમશકલ્સ, રુસ્તમ અને બાદશાહો જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ઇશા વેબ સીરીઝ આશ્રમની ત્રીજી સીઝનમાં પણ જોવા મળી હતી. ઈશા ફિલ્મોમાં જેટલી દેખાય છે તેના કરતા વધુ બોલ્ડ અને ગ્લેમરસ રિયલ લાઇફમાં છે.

Shah Jina