પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવો વચ્ચે ગુજરાતના આ કોલેજના વિદ્યાર્થીઓએ બનાવી હાઇબ્રિડ બાઇક, જાણો કેવી રીતે થશે આ બાઇકથી ફાયદો

પેટ્રોલ ડીઝલના ભાવ તેલ લેવા જાય….આ જોઈ લો ઇલેક્ટ્રિક બાઈક

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને છે તેવા સમયે ગુજરાતના એક કોલેજના વિદ્યાર્થીઓના એક જૂથે હાઇબ્રિડ બાઇક બનાવી છે. તેમનો દાવો છે કે બાઇક પેટ્રોલ અને વીજળી બંને પર ચાલી શકે છે. આ બાઇકમાં પેટ્રોલ એન્જિનની સાથે બેટરીનો પણ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ બાઇક VVP એન્જિનિયરિંગ કોલેજના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ બાઇકને હાઇબ્રિડ મોડ આપવામાં આવ્યો છે જેમાં એન્જિન ચલાવવા માટે બેટરી લગાવવામાં આવી છે. પાવરટ્રેનને એક સ્વીચ દ્વારા અલગ કરવામાં આવે છે જે બાઇકને પેટ્રોલ પર ચલાવવી કે વીજળી પર તે નક્કી કરવામાં મદદ કરે છે.

ANI અનુસાર, VVP એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી આ હાઇબ્રિડ બાઇકની બેટરી ફુલ ચાર્જ થયા બાદ 40 કિલોમીટર સુધી ચાલશે. ANI સાથે વાત કરતા, VVP એન્જિનિયરિંગ કૉલેજના મિકેનિકલ વિભાગના ડીન ડૉ. મણિયારે જણાવ્યું હતું કે હાઇબ્રિડ મૉડલ બનાવવાનું એકમાત્ર કારણ ઈંધણના આસમાનને આંબી રહેલા ભાવ હતા.

“ઈંધણના ભાવ આસમાને છે. ઈ-વાહનોને ધીમા ચાર્જિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી જ અમે એક એવું વાહન બનાવવાનું વિચાર્યું જે બંને કરી શકે.”, ડૉ. મણિયારે કહ્યું. ડૉ.મણિયારના જણાવ્યા મુજબ પેટ્રોલ એન્જિનવાળી બાઇકને હાઇબ્રિડ બાઇક બનાવવાનો વિચાર સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો હતો.

Shah Jina