રસ્તા પર અચાનક ગાડીઓની વચ્ચે વિમાનનું કરાવવામાં આવ્યું ઇમરજન્સી લેન્ડિંગ, ક્યારેય નહિ જોયું હોય આવું લેન્ડિંગ

થોડા દિવસ પહેલા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક ખુબ જ હેરાન કરી દેનારો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને જોઈને બધા લોકો પ્લેનના પાયલોટના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન સિંગલ એન્જીન વાળું છે.

પાયલોટનું નામ વિસેન્ટ ફ્રેઝર કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના પ્લેનના વિંગ કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જે કોઈએ પણ આ વીડિયો જોયો તે બધા ચોકી ગયા. હેરાન કરી દેનાર આ મામલો અમેરિકાના કૈરોલિનાનો છે. જ્યાં 3 જુલાઈએ પાયલોટ વિસેન્ટ ફ્રેઝર સિંગલ એન્જીન વાળું વિમાન ઉડાવી રહ્યા હતા.

વિસેન્ટની સાથે તેમના સસરા પણ વિમાનમાં મોજુદ હતા. ત્યારે અચાનક એન્જીને કામ કરવાનું બંધ કરી દીધું હતું. પાયલોટ વિસેન્ટે આ વિશેની જાણકારી ઓથોરિટીને કરી દીધી હતી. જેના પર ઓથોરિટીએ પાકી જમીન પર કે રસ્તા પર લેન્ડિંગ કરવાની વાત કહી હતી.

એવામાં સેફ લેન્ડિંગ માટે વિસેન્ટે હાઇવે બાજુ પ્લેન ફેરવી દીધું. આ ઘટના પ્લેનમાં લાગેલ કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પ્લેન રસ્તા પર લેન્ડ કરતા પહેલા હવામાં ફરી રહ્યું હતું. ઊંચાઈ પરથી વીજળીના તાર, વૃક્ષ વગેરે નજર આવી રહ્યું છે. નીચે રસ્તા પર ગાડીઓ પણ જઈ રહી છે. ધીરે ધીરે વિમાન રસ્તાની તરફ વધી રહ્યું છે તેના વિંગ્સ ઝડપથી ફરી રહ્યા છે.

તો બીજી તરફ રસ્તા પર ગાડી ચલાવી રહેલ લોકો પણ હેરાન હતા કે આ વિમાન આટલું નજીક કેમ આવી રહ્યું છે. લોકો તેમની ગાડી લઈને ભાગી રહ્યા હતા. આ દરમિયાન ખુબ જ સમજદારીથી વિમાન રસ્તા પર પાયલોટ દ્વારા લેન્ડ કરાવવામાં આવ્યુ. ઓથોરિટી અને પોલીસે કહ્યું કે આ ખુબ જ તણાવપૂર્ણ કામ હતું પરંતુ પાયલોટે ખુબ જ સારી રીતે લેન્ડિંગ કરાવ્યું હતું.

Patel Meet