એકવાર ફરી વિવાદોમાં ફસાયો એલ્વિશ યાદવ, યૂટયૂબરને બોલાવી લાત-ઘુસાથી માર માર્યો…જાનથી મારી નાખવાની આપી ધમકી

એલ્વિશ યાદવે યૂટયૂબરની કરી દીધી પિટાઇ, જાનથી મારી નાખવાની આપી ધમકી- જુઓ વીડિયો

બિગ બોસ OTT વિનર અને યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એલ્વિશ યાદવ એક યુવકને મારતો જોવા મળી રહ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે તે યુવક પણ યુટ્યુબર પણ છે. એલ્વિશ યાદવ લગભગ પાંચ મિનિટ સુધી તેની સાથે લડતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેના કપડા પણ ઉતરી ગયા હતા.

વાયરલ વીડિયોમાં એલ્વિશ યાદવ યુટ્યુબર Maxternને માર મારી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ઘર કે કલશ’ નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં એલ્વિશ એક દુકાનમાં પ્રવેશતો જોવા મળે છે, આ સમયે ત્યાં બેઠેલો Maxtern એલ્વિશ તરફ જુએ છે અને કહે છે, “હેલો ભાઈ, કેમ છો?” આના પર એલ્વિશ કહે છે,

“હું હાથ મિલાવવા નથી આવ્યો, મારવા આવ્યો છું”. એલ્વિશ યાદવ અને તેના સાથીઓએ સેક્ટર-53 સ્થિત સાઉથ પોઈન્ટ મોલમાં સાગર ઠાકુર ઉર્ફે ‘Maxtern’ નામના યુટ્યુબર પર હુમલો કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે શુક્રવારે મોડી રાત્રે IPCની કલમ 149, 147, 323 અને 506 હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. પોલીસે આ કેસમાં એલ્વિશ યાદવને આરોપી બનાવ્યો છે.

જ્યારે હુમલાનો વીડિયો વાયરલ થયો ત્યારે એલ્વિશ યાદવે એક વીડિયો બનાવ્યો અને ટ્વિટર પર પોસ્ટ કરી હુમલાની સંપૂર્ણ માહિતી આપી. મૂળ દિલ્હીના સમતા વિહાર મુંકદપુરના રહેવાસી સાગર ઠાકુરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘Maxtern’ તરીકે ઓળખવામાં આવે છે. તે એલ્વિશ યાદવને વર્ષ 2021થી ઓળખે છે. Maxternએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે એલ્વિશ યાદવ દ્વારા આપવામાં આવી રહેલા નફરતભર્યા ભાષણને કારણે તે દુઃખી થયો હતો, તેથી તે તેને મળવા અને વાત કરવા માંગતો હતો.

આરોપ મુજબ, જ્યારે તે ગુરુવારે મીટિંગ માટે ગુરુગ્રામ પહોંચ્યો ત્યારે મોડી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ અલ્વિશ યાદવ તેના આઠથી દસ સાથીઓ સાથે સેક્ટર-53 સ્થિત સાઉથ પોઈન્ટ મોલના સ્ટોર પર આવ્યો. આવતા જ તેણે માર મારવાનું શરૂ કર્યું અને અપશબ્દો બોલવા લાગ્યા. એલ્વિશે તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. સાગરનો આરોપ છે કે એલ્વિશ નશામાં હતો

એલ્વિશ યાદવે વીડિયોમાં સમગ્ર ઘટના વિશે વિગતવાર માહિતી આપી હતી. એલ્વિશ-Maxtern વચ્ચેની લડાઈ સોશિયલ મીડિયા પર જ શરૂ થઈ હતી. વાસ્તવમાં, ફ્રેન્ડલી ક્રિકેટ મેચ બાદ મુનવ્વર ફારુકી અને એલ્વિશ યાદવની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. આ પછી બંનેના ફેન્સે લડવાનું શરૂ કર્યુ.

મુનવ્વરને ગળે લગાવતા એલ્વિશની તસવીર સામે આવ્યા બાદ #ShameOnElvish હેશટેગ પણ વાયરલ થયુ. રેન્ડમ આર્મીએ થોડા સમય પછી ટ્વિટ કર્યું કે #ShameOnElvish નંબર 1 પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે કોઈપણ પીઆર કેમ્પેઈન વિના 1 લાખથી વધુ ટ્વીટ મળ્યા છે. આ બધાની વચ્ચે એલ્વિશનું ટ્વીટ પણ આવ્યું. તેમાં લખ્યું હતું કે, “તમે દોષ શોધવા બેસો તો તમને દરેક વસ્તુમાં દોષ જોવા મળશે. પ્રેમથી જીવો અને આગળ વધો.” આનો રેન્ડમ આર્મીએ જવાબ આપ્યો, “મુનવ્વરને ગળે લગાવવો જોઈતો નહોતો.

ધર્મથી પૈસો મોટો નથી, ખોટું ન સ્વીકારવું એ અહંકારની શ્રેણીમાં આવે છે. જ્યારે આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે YouTuber Maxtern એ એલ્વિશ યાદવ પર કેટલાક મીમ્સ શેર કર્યા. તેણે લખ્યું, “જ્યારે હું મુનવ્વર વિશે વાત કરું છું, ત્યારે એલ્વિશના ચાહકો મને આતંકવાદી અને હિંદુ વિરોધી જાહેર કરે છે. પરંતુ જ્યારે અમે એલ્વિશ અને મુનવ્વરને મળીએ છીએ, ત્યારે એલ્વિશના ચાહકો કહે છે: પોઝિટીવીટી, પ્રેમ વહેંચો. અરે સચિન પાજી પણ શોએબ અખ્તરને મળતા હતા. આ પછી, Maxternનું બીજું એક ટ્વિટ આવ્યું જેમાં એલ્વિશની ક્લિપ જોડાયેલ હતી. તેમાં એલવીશે કહ્યું હતું કે, “દરેક માણસ બેવડા મનનો વ્યક્તિ છે.”

વીડિયોની નીચે એલ્વિશ અને મુનવ્વરની તસવીર પણ લગાવવામાં આવી હતી. વીડિયોને રિટ્વીટ કરતા એલ્વિશ યાદવે લખ્યું, “ભાઈ, તમે ફક્ત દિલ્હીમાં જ રહો છો, વિચાર્યું કે હું તમને યાદ કરાવી દઉં.” આ પછી, Maxternએ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને લખ્યું કે તે ગુરુગ્રામ જઈ રહ્યો છે. ચેટમાં જોઇ શકાય છે કે Maxtern એ એલ્વિશ યાદવ સાથે વાત કરી હતી અને તે બંને મળવાના છે. આ ઉપરાંત એલ્વિશના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પણ એક સ્ટોરી અપલોડ કરવામાં આવી હતી. જેમાંથી એકમાં “On my way to” અને તે પછી પ્રશનાર્થ ચિહ્ન હતુ. આ પછી લગભગ એક કલાક બાદ વધુ એક સ્ટોરી આવી જેમાં લખ્યુ હતુ ‘વર્ક ડન’.

Shah Jina