હાથીના બચ્ચાએ ઢોલના ધમકારે કર્યો એવો શાનદાર ડાન્સ કે જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા, જુઓ દિલ જીતી લેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, વાયરલ વીડિયોની અંદર ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે આપણે પણ જોઈને હેરાન રહી જઈએ છીએ. ખાસ કરીને લોકોને પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો જોવાનું ખુબ જ પસંદ હોય છે. પ્રાણીઓ પણ ઘણીવાર એવી એવી હરકત કરે છે કે તે આપણું પણ દિલ જીતી લે છે.

હાથી અને માણસ વચ્ચેનો પ્રેમ વર્ષો જૂનો છે. હાથી સાથેના આવા પ્રેમની ઘણી ફિલ્મો પણ બની ગઈ છે, જેમાં હાથીની કેટલીક હરકતો દિલ જીતી લેતી હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક હાથીનું બચ્ચું લોકોનું દિલ જીતી રહ્યું છે, જેમાં તે રસ્તા વચ્ચે ઢોલના તાલ ઉપર ખુબ જ સુંદર ડાન્સ કરતું જોવા મળી રહ્યું છે.

ઈન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયો જોઈને લાગે છે કે તે ભારતના કોઈ પણ ભાગનો હોઈ શકે છે. જો કે, અમે વીડિયોના સ્થાનની પુષ્ટિ કરતા નથી. વીડિયોમાં દેખાતા હાથીને ખાસ પ્રસંગ માટે સજાવવામાં આવ્યો છે. વીડિયોમાં મહાવત પણ હાથી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ડાન્સ કરતા પહેલા હાથી પોતાના શરીરને જોરશોરથી આંચકો મારી રહ્યો છે, તે જોતા એવું લાગે છે કે જાણે તે ડાન્સ કરતા પહેલા વોર્મ અપ કરી રહ્યો છે, ત્યારબાદ તેનો મહાવત પણ અમુક પ્રકારની સૂચનાઓ આપતો જોવા મળે છે, જેના પછી હાથી ડાન્સ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

હાથી પહેલા શરીરને હલાવે છે અને પછી પગના સ્ટેપ કરવા લાગે છે. હાથી જે રીતે ડાન્સ કરી રહ્યો છે તે જોઈને લાગે છે કે તેને આ શીખવા માટે ઘણી મહેનત પણ કરી હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાથી પણ પોતાના પગ વડે મુન વૉક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હાથીને શીખવવામાં આવતી તમામ ચાલ ખૂબ જ અદભૂત છે. સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ ઉપર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને લોકો પણ આ હાથીના અને તેના ડાન્સના ખુબ વખાણ કરી રહ્યા છે.

Niraj Patel