હાથીને સામે આવતો જોઈને રસ્તા ઉપર જ ઉભા રહી ગયા બે બાઈક સવાર, પછી હાથીએ કર્યું એવું કે ઉભી પુછડીએ ભાગ્યા, જુઓ વીડિયો

હાથી અને માણસનો સંબંધ ખુબ જ જૂનો છે. ઘણા વીડિયોમાં જોવા મળે છે કે હાથી અને માણસો ખુબ જ પ્રેમથી રહેતા હોય છે. હાથી માયાળુ પ્રાણી હોવાની સાથે સાથે ભયાનક પ્રાણી પણ છે. જો હાથી પોતાના હોશ ખોઈ બેસે તો પછી તેનાથી બચવું ખુબ જ મુશ્કેલ હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે બે મોટરસાયકલ સવારો જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓએ રસ્તાની વચ્ચે એક હાથીને ઉભો જોયો. બંને ઉભા રહી જાય છે. પરંતુ અચાનક હાથી તેમની તરફ આગળ વધે છે. આ જોઈને બંને દોડવાની મુદ્રામાં આવી જાય છે. બાઇકની પાછળ બેઠેલો વ્યક્તિ હાથીને પોતાની તરફ આવતો જોઈને દોડવા લાગે છે.

હાથી પણ ઝડપથી પીછો કરવા લાગે છે. આવી સ્થિતિમાં બીજો વ્યક્તિ બાઇક ત્યાં જ મૂકીને ભાગી જાય છે. અંતે, હાથી બાઇકની નજીક આવીને અટકે છે, અને પછી પાછો વળે છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઘણા હેરાન રહી ગયા હતા. ઘણા લોકોએ હાથીને આટલો ગુસ્સે પહેલીવાર જોયો હતો.

આ ચોંકાવનારો વીડિયો સોમવારે ટ્વિટર હેન્ડલ @FredSchultz35 દ્વારા શેર કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધીમાં2 લાખ 26 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ ઉપરાંત લગભગ 7 હજારથી પણ વધારે યુઝર્સે આ પોસ્ટને લાઈક કરી છે. આ સાથે યુઝર્સે પણ આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. એકે લખ્યું કે તે ચોક્કસપણે હુમલો હતો. જ્યારે એકે હાથી વતી મજાકમાં લખ્યું કે હેલો મિત્રો તમે ક્યાં ભાગી રહ્યા છો, તમે કહ્યું હતું કે મારા માટે મગફળી લાવશો?

Niraj Patel