દીકરીના જન્મથી મહેંકી ઉઠ્યું આ સેલેબ્રિટીનું ઘર, ખુબ જ ક્યૂટ વીડિયો શેર કરીને આપી ખુશ ખબરી, જોઈને તમે પણ દિલ હારી બેસસો

ટીવીની આ ખ્યાતનામ અભિનેત્રી બની માતા, પરી જેવી દીકરીને આપ્યો જન્મ, જુઓ વીડિયો

એક તરફ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક દુઃખદ સમાચાર આવી રહ્યા છે, તો બીજી તરફ કેટલીક ખુશ ખબરીઓ પણ આવી રહી છે. ઘણા સેલેબ્સ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યાં કોઈના ઘરે નાનું મહેમાન પણ આવી રહ્યું છે, જે જોઈને તેમને ચાહકો પણ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે. હાલ એવી જ એક ખબર મનોરંજન જગતમાંથી સામે આવી રહી છે.

હાલમાં જ ટીવી ધારાવાહિક “શક્તિઃ અસ્તિત્વ કે એહસાસ કી”માં કામ કરી રહેલ આભિનેત્રી એકરૂપ બેદીના ઘરે ખુશીઓએ દસ્તક આપી છે. એકરૂપ બેદીનું ઘર નાનકડી પરીથી ગુંજી ઉઠ્યું છે. અભિનેત્રીએ 26 મેના રોજ એક ખુબ જ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો, જોકે તેણે 2 જૂને ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા.

એકરૂપ બેદીએ તાજેતરમાં ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એકરૂપ તેની નાની એન્જલનો હાથ પકડીને જોવા મળી રહી છે.  વીડિયોની પાછળ જન્મ-જન્મ ગીત સંભળાઈ રહ્યું છે. આ વીડિયોની સાથે એકરૂપે કેપશનમાં લખ્યું, “મારી નાની રાજકુમારી સાથે “નવા જીવનમાં પ્રવેશ કરવો.”

આ ખુશ ખબરી વિશે વાત કરતા 26 વર્ષીય અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દરમિયાન તે ઉત્સાહિત હોવાની સાથે સાથે ખૂબ જ નર્વસ પણ હતી. એકરૂપ બેદીએ અંબાલાના રહેવાસી હરમીત જોલી સાથે લગ્ન કર્યા છે. પોતાની પ્રેગ્નન્સી વિશે વાત કરતાં તેણે કહ્યું “આ મારી નવી સફર છે, જે હું બહુ જલ્દી શરૂ કરીશ. હું ઉત્સાહિત છું પણ સાથે સાથે નર્વસ પણ છું.”

 

View this post on Instagram

 

A post shared by Ekroop Bedi Jolly (@ekroop01)

જણાવી દઈએ કે એકપુર બેદી તેના પતિ હરમીત જોલી સાથે મુંબઈમાં રહે છે. તેમના પતિ ગોદરેજ કન્સ્ટ્રક્શનમાં કામ કરે છે. એકરૂપ બેદીની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે રૂબિના દિલૈકની ધારાવાહિક ‘શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી’માં ગુરવિંદર દલજીત સિંહની ભૂમિકા ભજવી હતી. આ સિવાય એકરૂપ બેદીએ “ધર્મપત્ની, બાની: ઈશ્ક દા કલમા” “સુહાની સી એક લડકી”, “કુછ રંગ પ્યાર કે ઐસે ભી”, “ચંદ્રનંદિની”, “પેશ્વા બાજીરાવ” અને “કલેરીન”માં કામ કર્યું છે.

Niraj Patel