સુરતમાં આ જગ્યાએ મળે છે એવી પાણીપુરી કે જોઈને છોકરીઓ તો છી…છી..છી… કરવા લાગી જશે, જુઓ વીડીયો

સોશિયલ મીડિયામાં ફૂડને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, વળી આજે તો ઘણા લોકો ફૂડબ્લૉગર બની ગયા છે અને પોતાના બ્લોગીંગ દરમિયાન એવી એવી વસ્તુઓના વીડિયો બનાવે છે જેને આપણે કયારેય પણ ના જોયા હોય, વળી ઘણી ખાવાની વસ્તુઓ એવી રીતે બનાવવામાં આવે છે જેમાં કેટલીક મજેદાર પણ હોય છે તો કેટલીક ચીતરી ચઢી જાય તેવી.

હાલ સોશિયલ મીડિયામાં એક પાણીપુરીની વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કંઈક અલગ જ પાણીપુરી બનાવી રહ્યો છે. પાણીપુરી એવી વસ્તુ છે જે દરેકને ખુબ જ પસંદ હોય છે, ઘણા લોકોને તો પાણીપુરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ખાસ કરીને મહિલાઓને પાણીપુરી બહુ વધારે જ પસંદ હોય છે.

પરંતુ સુરતના આ પાણીપુરી વાળાએ કેટલીક મહિલાઓનો પાણીપુરી ખાવાનો ટેસ્ટ જ બગાડી નાખ્યો છે, કારણ કે મોટાભાગે આપણે પાણીપુરીમાં બટાકા અને ચણાના માવા સાથે ખાઈએ છીએ, પરંતુ આ ભાઈ તો પાણીપુરીમાં ઈંડા વાપરે છે. જેને જોઈને નોનવેજ ના ખાનારી મોટાભાગની મહિલાઓને વીડિયો જોઈને ગુસ્સો આવી ગયો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય કે એક વ્યક્તિ તવા ઉપર તેલ ગરમ કરીને તેમાં ડુંગળી, ટામેટા અને મસાલો નાખીને ગ્રેવી બનાવે છે, તેમાં તે બે ઈંડાનો અંદરનો ભાગ પણ નાખે છે, અને આ ગ્રેવીને તે પાણીપુરીની અંદર ભરી દે છે, તેના બાદ તે પાણીપુરીમાં સફેદ દહીં જેવું દેખાતું પણ કંઈક નાખે છે.

જેના બાદ તે તવા ઉપર બોઈલ અને ચીઝ છીણી તેમાં ક્રીમ નાખીને વધુ એક ગ્રેવી બનાવીને પાણીપુરીમાં નાખે છે, આ ઉપરાંત તે પાણીપુરી ઉપર સેવ પણ નાખે છે અને પછી ગ્રાહકને ખાવા માટે આપે છે. વાયરલ વીડિયોની અંદર આ પાણીપુરી સુરતમાં કઈ જગ્યાએ મળે છે તેનું સરનામું પણ જણાવામાં આવ્યું છે, ઘણા એગ લવરને આ પાણીપુરી પસંદ આવી રહી છે તો ઘણા લોકોના મોઢા આ વીડિયોને જોઈને બગડી ગયા છે.

Niraj Patel