જો તમે પણ કરો છો આ વસ્તુનું સેવન તો જાણી લો, ઉંમર પહેલા જ તમને ઘરડા બનાવી દેશે આ વસ્તુઓ

તમારી ફૂડ હેબિટ્સની અસર તમારા ચહેરા પર જોવા મળે છે. ઘણીવાર ખાવા-પીવાની આદતોને કારણે તમારો ચહેરો ડલ થવા લાગે છે અને ચહેરા પર લાઇનો આવી જાય છે અને આંખના નીચે કાળા ધબ્બા દેખાવા લાગે છે. તમારી ઇટિંગ હેબિટ્સને કારણે તમે સમય કરતા પહેલા ઘરડા દેખાવા લાગો છે, એ માટે જરૂરી છે કે તમે તમારા ખાવા-પીવાનું ધ્યાન રાખો, જેથી તમે સમય કરતા પહેલા વૃદ્ધ ન લાગો. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

સમયની સાથે સાથે ઉંમર વધતી સામાન્ય બાબત છે પરંતુ કેટલીક ખાણી-પીણીની વસ્તુઓને કારણે વૃદ્ધના લક્ષણો સમય પહેલા જ જોવા મળે છે. તો આવો જાણીએ કે, કઇ વસ્તુઓ ઉંમર પહેલા વૃદ્ધ બનાવી દે છે અને તમારે કઇ વસ્તુઓથી દૂરી બનાવવી જોઇએ.

1.મસાલેદાર જમવાનું : હેલ્થ એક્સપર્ટ્સની માનીએ તો, મસાલેદાર ખાવાનું તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તેનાથી લોહીની નસોમાં સોજો આવી જાય છે. આ ઉપરાંત ત્વચા ડલ થઇ જાય છે. તેને કારણે તમે સમય કરતા પહેલા જ વૃદ્ધ લાગો છો. ફિટ રહેવા માટે ઓછુ મસાલા વાળુ ભોજન લેવું જોઇએ.

2.ફ્રોઝન ફૂડ : ફ્રોઝન ફૂડમાં સોડિયમની માત્રા વધારે હોય છે. તેનાથી તમારુ વજન વધી જાય છે. તે કિડની માટે પણ નુકશાનકારક હોય છે. ત્યાં જ તેનાથી ડાયાબિટીઝનો અને હ્રદય રોગોનો ખતરો વધી જાય છે.

3.સોડા અને એનર્જી ડ્રિંક : સોડા અને અનર્જી ડ્રિંકમાં શુગરની માત્રા ઘણી વધારે હોય છે. તેનાથી કેલેરી વધે છે. તેને પીવાથી બોડી સેલ્સની ઉંમર વધવા લાગે છે. તેનાથી વજન વધવા, સ્ટ્રોક અને ડિમેંશિયા જેવી બીમારીઓનો ખતરો વધે છે.

4.આલ્કોહોલ : તેનાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. આલ્કોહોલ પીવાથી શરીરમાં પાણીની કમી થઇ જાય છે. જેની અસર સ્કિન પર જોવા મળે છે. જરૂરતથી વધારે દારૂ પીવાથી તમારો ચહેરો બેજાન અને રફ નજર આવવા લાગે છે.

5.વધારે મિઠાઇ ખાવાથી બચો : જરૂરતથી વધારે ખાંડનું સેવન એજિંગની સમસ્યા થવા લાગે છે. તેનાથી ડાર્ક સર્કલ્સ અને ચહેરા પર લાઇનો આવવા લાગે છે.

Shah Jina