મોરવાળી સોનાની થાળીમાં પીરસ્યું મહેમાનોને જમવાનું? વાયરલ વીડિયો જોઈને તમારી અક્કલ પણ કામ નહિ કરે..જુઓ શાહી જમણવાર

આને કહેવાય જમાવટ… મહેમાનો માટે સોનાની થાળીમાં પીરસ્યું જમવાનું ? વાયરલ થયો વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે લગ્નને ખાસ બનાવવા માટે લોકો અલગ અલગ પ્રકારના આયોજનો કરતા હોય છે. તમે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ઘણા વીડિયોની અંદર લગ્નોની જાહોજલાલી પણ જોઈ હશે. જેમાં મહેમાનોના સ્વાગતથી લઈને તમામ તૈયારીઓ ખુબ જ ખાસ હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં મહેમાનો માટે ખાસ મોર વાળી સોનાની થાળી પર જમવાનું પીરસવામાં આવી રહ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે. આ થાળી સોનાની છે કે નહિ તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ, પરંતુ વીડિયો વાયરલ થતા જ લોકો આ થાળીને સોનાની હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે મહેમાનોને શાહી ખુરશીની અંદર બેસાડવામાં આવ્યા છે. ખુરશીઓ પણ જોવામાં ખુબ જ આકર્ષક લાગી રહી છે, તેની પાછળ પણ સોનાના રંગની જ બેઠક બનાવવામાં આવી છે. ખુરશીની આગળ એક ટેબલ મુકવામાં આવ્યું છે અને તેના પર એક શાનદાર મોરના આકાર વાળી થાળી મુકવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

મહેમાનો આ ખુરશીમાં બેઠા છે અને જમવાનું પીરસનારા થાળીમાં એક પછી એક વાનગીઓ પીરસી રહ્યા છે. ત્યારે કોઈ આ જમણવારનો વીડિયો બનાવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો તામિલનાડુનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, કારણે કે જમણવારની સ્ટાઇલ પણ એવી જ છે. વીડિયો વાયરલ થતા જ લોકો અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે. ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે આ સોનાની થાળી નથી. જોકે ગુજ્જુરોક્સ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

Niraj Patel