રસોઈ

દિવાળી ઉપર બનાવો સ્વાદિષ્ટ ડ્રાય કચોરી, સ્વાદ એવો આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા રહી જશે, 10-15 દિવસ સાચવી પણ શકાશે

દિવાળીનો તહેવાર એટલે વિવિધ ફરસાણ અને મીઠાઈ સાથે મોજ માણવાનો તહેવાર. આ તહેવાર ઉપર બજારમાંથી અથવા તો ઘરમાં બનાવેલી કેટલીય જાત જાતની વાનગીઓ જોવા મળતી હોય છે. એવી જ એ કે સરસ મજાની વાનગી ડ્રાય કચોરી આજે અમે તમને બનાવતા શીખવાડીશું, જે સ્વાદમાં પણ લાજવાબ છે અને ઘરના દરેક વ્યક્તિને પણ ખુબ જ પસંદ આવશે. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય.

Image Source

ડ્રાય કચોરી બનાવવાની સામગ્રી:

 • 2 કપ મેંદો
 • બે ચમચી તેલ
 • અડધો કપ ચવાણું (ફરસાણ)
 • બે ચમચી ખજૂર આમલીની ચટણી
 • અડધી ચમચી હળદર
 • એક ચમચી લાલ મરચું પાઉડર
 • અડધી ચમચી ગરમ મસાલો પાઉડર
 • અડધી ચમચી આમચૂર પાવડર
 • ૧ ચમચી ધાણા
 • એક ચમચી વરિયાળી
 • અડધી ચમચી ખસખસ
 • અડધો કપ કાજુ (કાપેલા)
 • 10-12 કિસમિસ (કાપેલા)
 • 8-10  બદામ (કાપેલા)
 • ૨ ચમચી દળેલી ખાંડ
 • જરૂર પ્રમાણે તળવા માટે તેલ
 • મીઠું સ્વાદ પ્રમાણે
Image Source

ડ્રાય કચોરી બનાવવાની રીત:

 • સૌ પ્રથમ ચવાણા (ફરસાણ)નો મિક્સરની અંદર એકદમ બારીક ભૂકો કરી લો.
 • ત્યારબાદ એક પેનની અંદર થોડું તેલ ગરમ કરવા મુકો.
 • તેલ ગરમ થઇ ગયા બાદ ચવાણું અને બધા જ ડ્રાયફ્રુટ તથા બીજા મસાલા ઉમેરી બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી શેકાવા દો.
 • ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ, મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરી બરાબર હલાવી લો અને 1 મિનીટ સુધી રહેવા દો.
 • ત્યારબાદ ગેસ બંધ કરી દઈ અંદાજે ૪ થી ૫ મિનિટ સુધી આ મસાલાને ઠંડો થવા દેવો.
 • ત્યાં સુધી એક વાસણની અંદર મેંદો, મીઠું અને જરૂર પ્રમાણેનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધી લેવો. ત્યારબાદ તેને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવો.
 • પહેલા બનાવેલા મસાલામાંથી થોડો થોડો મસાલો લઈને ગોળ ગોળ બોલ બનાવી લેવા અને એક પ્લેટમાં બાજુ ઉપર રાખી લેવા.
 • 10 મિનિટ બાદ લોટમાંથી નાનો લૂઓ લઈ તેને ગોળાકાર પુરીની જેમ વણી લેવા.
 • આ પૂરીને એકદમ પાતળી નથી રાખવાની. થોડી જાડી બનાવવી.
 • પુરી વણાઈ ગયા બાદ બનાવેલા મસાલાના બોલને પુરીની વચ્ચે મૂકી કચોરી આકારમાં વાળી લેવો. કચોરી આકારમાં વાળતી વખતે બહાર વધેલા લોટને કાઢી લેવો.
 • એક એક કરી અને આ રીતે બધી જ કચોરી તૈયાર કરી લેવી.
 • કચોરી તૈયાર થઇ ગયા બાદ એક પેનની અંદર તળવા માટે જરૂરી તેલ મુકવું.
 • તેલ ગરમ થઇ ગયા બાદ ગેસની ધીમી આંચ ઉપર કરી અને કચોરી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળ્યા કરવી.
 • તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ડ્રાય કચોરી.
 • આ કચોરીને તમે 10-15 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો.
Image Source

આ રેસિપી તમને કેવી લાગી ? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સ્વાદ સભર રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.