BIG NEWS: અચાનક આ બીમારીથી હજુ એક સિતારાનું થયું નિધન- ફેન્સ દુઃખી દુઃખી

કોરોના વાયરસની બીજી લહેરે ફિલ્મ અને ટીવી ઇંડસ્ટ્રીને ખરાબ રીતે પ્રભાવિત કર્યુ છે. ઘણા સેલિબ્રિટિઝ આ વખતે કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે અને કેટલાકની તો મોત પણ થઇ ગઇ છે. હવે ખબર એવી આવી રહી છે કે, ફિલ્મ “ડ્રીમ ગર્લ” અને કેટલીક ટીવી ધારાવાહિકમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રિંકુ સિંહ નિકુંભનું કોરોનાથી મોત થઇ ગયુ છે. તેની કઝિને આ ખબરને કન્ફર્મ કરી છે.

રિંકુ સિંહની કઝિન ચંદાના જણાવ્યા અનુસાર, 25 મેના રોજ રિંકુ કોરોનાથી સંક્રમિત થઇ હતી. જે બાદ તે હોમ આઇસોલેશનમાં હતી અને તે બાદ તેને તાવ ઉતરતો ન હોવાથી કેટલાક દિવસ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં રિંકુને કેટલાક સમય બાદ ICUમાં શિફટ કરી દેવામાં આવી. બાદમાં તેની હાલત વધારે બગડી ગઇ અને તેનું નિધન થઇ ગયુ.તે પહેલાથી અસ્થમાની પણ શિકાર હતી.

રિંકુની કઝિને જણાવ્યુ કે, તેણે 7મેના રોજ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો અને તે જલ્દી જ તેનો બીજો ડોઝ પણ લેવાની હતી.

રિંકુએ બોલિવુડ સ્ટાર આયુષમાન ખુરાનની ફિલ્મ “ડ્રીમ ગર્લ”માં કામ કર્યુ હતુ તેમજ તે ટીવીના ફેમસ કોમેડી શો “ચિડિયા ઘર”ને કારણે પણ જાણીતી થઇ હતી. થિયેટરમાં તે ઘણી એક્ટિવ હતી.

રિંકુને પહેલો થિયેટર બ્રેક નાદિરા બબ્બરે આપ્યો હતો. તે ટીવી શો “બાલવીર”માં પણ કામ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, રિંકુ સિંહ છેલ્લે એમેઝોન પ્રાઇમની વેબ સિરિઝ “હેલો ચાર્લી”માં જોવા મળી હતી.

Shah Jina