સમય બદલાતા બિલકુલ ટાઇમ નથી લાગતો…Rolls Royce માં સ્વેગથી બેઠેલો જોવા મળ્યો ડોલી ચાયવાલા, વીડિયોએ મચાવ્યો તહેલકો
ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલ ડોલી ચાયવાલાની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. બિલ ગેટ્સે તેની ટપરી પર ચા પીધા પછી તે આખી દુનિયામાં રાતોરાત પ્રખ્યાત થઈ ગયો છે. આજકાલ કોઈને કોઈ કારણસર ડોલી ચાયવાલા લોકો વચ્ચે ચર્ચામાં રહે છે. ડોલીની સોશિયલ મીડિયા પર સારી ફેન ફોલોઈંગ પણ છે. તે અવારનવાર પોતાના એકાઉન્ટમાંથી તસવીરો અને વીડિયો શેર કરે છે, જેને લોકો જોવાનું પસંદ કરે છે.
ડોલીએ હાલમાં જ પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તે રોલ્સ રોયસ સાથે જોવા મળ્યો. આ પહેલા પણ ડોલી લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારની તસવીરો અને વીડિયો શેર કરી ચૂક્યો છે. પણ હવે રોલ્સ રોયસ સાથેના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. વીડિયોમાં ડોલી ચાયવાલા રોલ્સ રોયસ કારની અંદર બેઠેલો જોવા મળી રહ્યો છે.
તે ખૂબ જ સ્વેગ સાથે કારમાંથી બહાર આવે છે અને સ્ટાઇલમાં ઉભો રહે છે. વીડિયોમાં તે કહી રહ્યો છે – કોણ કહે છે કે ચા વેચવાવાળો રોલ્સ રોયસ ના ખરીદી શકે. સમય બદલાતા વાર નથી લાગતી મિત્રો… તમે માત્ર મહેનત કરો. આ વીડિયોને અત્યાર સુધીમાં 27 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 16 લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. ઘણા યુઝર્સ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram