ભક્તિના રંગમાં રંગાવવું દરેકને ગમતું હોય છે. એટલે જ આપણા દેશને ધર્મપ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. આપણા ભારતમાં ઠેર ઠેર ઘણા બધા મંદિરો આવેલા છે અને એમાં પણ ગુજરાતમાં તો તમને પ્રસિદ્ધ મંદિરોની ભરમાર જોવા મળશે. મોટાભાગના લોકો સવાર સાંજ ઈશ્વરની આરાધના કરવા માટે મંદિર જતા હોય છે અને મંદિરમાં થતી આરતીમાં પણ અચૂક હાજરી આપતા હોય છે.
પરંતુ હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં માણસો તો ઠીક પરંતુ શ્વાન પણ મહાદેવના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે. સુરતના અશ્વિની કુમારમાં આવેલા નીલકંઠ મહાદેવના મંદિરમાં 3 શ્વાન નિયમિત પણે સવાર સાંજ આરતીમાં હાજરી આપતા હોય છે. આ જોઈને સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય જન્મતું હોય છે. ત્યારે હાલ આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ શ્વાન આખો દિવસ સીસાયટીમાં ફરતા રહે છે, પરંતુ જયારે આરતી પહેલા મંદિરમાં શંખનાદ થાય કે તરત જ શંખનાદનો આવાજ સાંભળીને જ્યાં હોય ત્યાંથી તે મંદિર પરિસરમાં આવી પહોંચે છે અને આરતીમાં જોડાઈ જાય છે. જ્યાં સુધી આરતી પૂર્ણ ના થયા ત્યાં સુધી તે મંદિરમાં જ ઉભા રહે છે અને ભક્તિમાં તરબોળ રહે છે.
View this post on Instagram
આ બાબતે સ્થાનિક લોકોએ મીડિયાને જણાવ્યું હતું કે આ શ્વાન છેલ્લા 3 વર્ષથી આરતીના સમયે મંદિરમાં હાજર રહે છે અને આરતી સમયે એવી રીતે અવાજ પણ કરે છે જાણે કે તે આરતીના સૂરમાં સુર પુરાવી રહ્યા હોય. આ ઉપરાંત આરતી પૂર્ણ થતા પહેલા પ્રસાદ આ શ્વાનને આપવામાં આવે છે અને પ્રસાદ ગ્રહણ કરીને તે સીધા જ સોસાયટીમાં ચાલ્યા જાય છે.