ચાલુ કારની ઉપર એવી રીતે મોજથી બેઠું શ્વાન કે જોઈને લોકોને રાજા શાહી યાદ આવી ગઈ, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન, જુઓ

બંધ ગાડીની છત પર ઉભા રહેલા શ્વાન તો ઘણા જોયા હશે, પણ ચાલુ ગાડીએ આ શ્વાને ઉભા રહીને બતાવ્યો એવો સ્વેગ કે લોકો પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, વાયરલ થયો વીડિયો

ઇન્ટરનેટ પર ક્યારે શું વાયરલ થઇ જાય કોઈ નથી જાણતું અને ઘણીવાર રસ્તે ચાલતા ચાલતા પણ કેટલીક એવી ઘટનાઓના વીડિયો બની જતા હોય છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. ઘણીવાર કેટલાક પ્રાણીઓના વીડિયો પણ લોકો જોવા ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે ઘણા લોકો પોતાના શ્વાનના વીડિયોને પણ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હોય છે જેને લોકો પણ ખુબ જ પસંદ કરે છે. ત્યારે હાલ એક શ્વાનનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક શ્વાન ગાડીની ઉપર ચઢીને મોજથી ઉભું છે, એટલું જ નહીં હેરાન કરી દેનારી વાત એ છે કે આ દરમિયાન ગાડી પણ રસ્તા પર ચાલી રહી છે.

આ વાયરલ વીડિયોમાં લાલ કોલર પહેરેલો બ્રાઉન શ્વાન ચાલતી કારની છત પર બેઠો જોઈ શકાય છે. વીડિયોને જોઈને અનુમાન લગાવી શકાય છે કે પાછળથી આવી રહેલા કોઈ વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો બેંગલુરુનો છે. આના થોડા સમય પહેલા પણ આવો જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક શ્વાન ચાલતી કારની છત પર ઉભો હતો.

 

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર @ForeverBLRU નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 45.4K લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 1 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel