જિંદગીમાં હાર માનીને બેસી જનારાઓએ આ વીડિયો અવશ્ય જોવો જોઈએ, આ શ્વાને કર્યું એવું સાહસ કે જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે, જુઓ વીડિયો

40 સેકન્ડના આ વીડિયોમાં શ્વાને સાબિત કરી આપ્યું કે જીવનમાં નિરાશ થઈને બેસી જવાથી ક્યારેય જીતનો સ્વાદ ચાખી ના શકાય, જુઓ વીડિયો

Dog Motivational Video : જીવનમાં ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલાય પ્રયત્નો કરવા છતાં પણ આપણું કામ સફળ નથી બનતું અને આપણે જીવનમાં હાર માનીને બેસી જતા હોઈએ છીએ. પરંતુ ઘણીવાર એવું પણ બનતું હોય છે કે અથાગ પ્રયત્નો કર્યા બાદ સફળતા પણ ચોક્કસ મળતી હોય છે. તમે કરોળિયાની વાર્તા તો સાંભળી જ હશે, જે અવાર નવાર નીચે પડવા છતાં પણ પોતાનું જાળું ગૂંથે છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો એક શ્વાનનો વીડિયો સૌનું ધ્યાન ખેંચી રહ્યો છે. જેમાં મનુષ્યના આ સૌથી જૂના મિત્રએ એવો પાઠ આપ્યો, જે કદાચ તમારું જીવન બદલી શકે છે. આ ક્લિપમાં જોઈ શકાય છે કે કેવી રીતે શ્વાન પહેલા તેની સામે ઉભેલી દિવાલ તરફ જુએ છે. પછી તે તરત જ ભાગી જાય છે અને તે દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરે છે.

તેને જોનાર દરેક વ્યક્તિ વિચારશે કે બિલાડી આ કામ કરી શકે છે, પરંતુ શ્વાનમાં આ ક્ષમતા નથી. પરંતુ શ્વાન તેની સખત મહેનત ચાલુ રાખે છે. તે ઘણી વખત નિષ્ફળ થયા પછી પણ હાર માનતો નથી, બલ્કે તે સતત પ્રયત્નશીલ રહે છે… અને કહેવાય છે કે કોશિશ કરનારા હારતા નથી. ઘણા અસફળ પ્રયાસો પછી, આખરે તેને તેની મહેનત અને સમર્પણનું ફળ મળે છે.

અંતે તે આ સપાટ દિવાલ પર ચઢી જાય છે. તમને જણાવી દઈએ કે, તેનો વીડિયો અત્યાર સુધીમાં 14 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. શ્વાનના સમર્પણથી લોકોને પ્રેરણા મળી રહી છે કે તેણે ઘણી વખત નિષ્ફળ જવા છતાં પણ હાર ન માની અને 40 સેકન્ડમાં કહી દીધું કે જેને જીતવું છે તે અસફળ પ્રયાસો પછી પણ પોતાની મહેનત ચાલુ રાખે છે. જો તમે પ્રયાસ નહીં કરો, તો તમને કેવી રીતે ખબર પડશે કે તમે જીત્યા કે હાર્યા?

Niraj Patel