વિદેશમાં અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે ખતરો કે ખિલાડી 11 નું, કોઈએ સાડી પહેરી તો કોઈએ શરમાવી દે એવું સ્વિમિંગ શૂટ, નિક્કી તંબોલી તો લાગી રહી છે છપ્પર ફાડ !
સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી 11″ની શુટિંગ કેપટાઉનમાં ચાલી રહી છે. રોહિત શેટ્ટીના આ શોમાં અર્જુન બિજલાની, રાહુલ વૈદ્ય અને અભિનવ શુકલાથી લઇને દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતા તિવારી, આસ્થા ગિલ, નિક્કી તંબોલી અને સના મકબૂલ જેવા સેલિબ્રિટીઓ “ખતરો” પર દાવ લગાવી રહ્યા છે.શૂટ વચ્ચે આ કંટેસ્ટેંટ્સ ઘણી મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
“યે હે મહોબ્બતે” ફેેમ દિવ્યાંકા ત્રિપાઠીનો સાડી લુક ઘણો ફેમસ છે. તે ઘણીવાર ઇંડિયન વેરમાં જોવા મળે છે. હવે તે “ખતરો કે ખિલાડી 11″નો ભાગ બની છે અને આ વચ્ચે તે કેપ ટાઉનમાં તેના સાડી કલેકશનને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
આ શોમાં કંટેસ્ટેંટ્સ નિક્કી તંબોલી, આસ્થા ગિલ અને સનાએ પણ સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવ્યુ. પરંતુ આ વચ્ચે દિવ્યાંકા ત્રિપાઠી બિલકુલ અલગ જ અંદાજમાં નજરે પડી. તે સમુદ્ર કિનારે સાડીમાં જોવા મળી. ચાહકો સોશિયલ મીડિયા પર તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને તેની સાદગી તો બધાને ગમી ગઇ છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર આસ્થા ગિલે પણ તેની કેટલીક તસવીરો શેર કરી છે. ચાહકો તેની આ તસવીરો પર ઘણો જ પ્રેમ વરસાવી રહ્યા છે. પરંતુ આ વચ્ચે આસ્થાએ તેની ઇંસ્ટા સ્ટોરીમાં દિવ્યાંકા ત્રિપાઠીનો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે લાલ સાડીમાં ઘણી જ સુંદર લાગી રહી છે.
View this post on Instagram
દિવ્યાંકા આ વીડિયોમાં તેની સાડી સંભાળતી જોવા મળેે છે. જયારે સૂરજની રોશની તેની ખૂબસુરતી તરફ વધી રહી છે તો પાછળથી બીજી હસીનાઓ ગીત પણ ગાતી જોવા મળે છે.
View this post on Instagram
આ પહેલા નિક્કી તંબોલીએ પણ મંગળવારે તેની સ્વિમસૂટમાં તસવીરો શેર કરી હતી. આ તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી. જો કે, આ તસવીરોને કારણે નિક્કીને ટ્રોલ પણ થવું પડ્યુ હતુ. ગયા દિવસોમાં જ તેના ભાઇની મોત થઇ છે જેેને કારણે યુઝર્સ નિક્કીને આ રીતે ખુશી અને હસી સાથે તસવીરો પોસ્ટ કરવાને લઇને નારાજ જોવા મળ્યા હતા.
View this post on Instagram
“ખતરો કે ખિલાડી 11″માં સના મકબૂલ પણ ગ્લેમરનો તડકો લગાવી રહી છે. સનાએ પણ મંગળવારે સમુદ્ર કિનારાની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં તે સ્વિમસૂટમાં જોવા મળી હતી.
View this post on Instagram