મહા શિવરાત્રિ અવસરે શિવ મંદિરમાં પતિ અને લાડલા દીકરા સાથે પૂજા કરતી જોવા મળી દિશા વાંકાણી, ચાહકો બોલ્યા.. “હવે તારક મહેતામાં…”, જુઓ વીડિયો

વાહ વાહ, પહેલીવાર જોવા મળી દયાબે’ના ક્યૂટ દીકરાની ઝલક, પતિ અને બાળકો સાથે પૂજા કરી, જુઓ વીડિયો

ટીવી પર દર્શકોના મનગમતા શો “તારક મહેતા કા ઉલટા” ચશ્મામાંથી વર્ષો પહેલા મેટરનિટી લિવ પર ગયેલી અભિનેત્રી દિશા વાંકાણી હજુ સુધી શોમાં પરત નથી ફરી. મેકર્સ હજુ સુધી ના દયાબેનનું રિપ્લેસમેન્ટ શોધી શક્યા છે કે ના તેમને શોમાં પાછા આવા માટે મનાવી શક્યા છે. ચાહકો પણ દિશા વાંકાણી જલ્દી શોમાં પરત ફરે તેની કાગડોળે રાહ જોઈને બેઠા છે. ત્યારે દિશા સાથે જોડાયેલી એક એક અપડેટ મેળવવા માટે પણ ચાહકો ઉતાવળા રહેતા હોય છે.

તારક મહેતા શોમાંથી રજા લીધા બાદ દિશા વાંકાણીએ એક દીકરીને જન્મ આપ્યો હતો. આ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા અને હવે તે એક દીકરાની પણ માતા બની ગઈ છે. શોમાં પણ ચાહકો દયાબેનને ખુબ જ મિસ પણ કરી રહ્યા છે. ત્યારે તેમની એક ઝલક સોશિયલ મીડિયામાં દેખાતા જ એ તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે.

ત્યારે મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે સામાન્ય માણસની જેમ સેલેબ્રિટીઓએ પણ ભગવાન શિવની આરાધના કરી હતી. ત્યારે દિશા વાંકાણી પણ તેમના પરિવાર સાથે શિવ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા માટે પહોંચ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દિશા વાંકાણી તેના પતિ અને દીકરા સાથે પૂજા કરતા જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે કે દિશામેમ જલ્દી શોમાં પરત આવી જાઓ. તો વીડિયોની અંદર દિશા વાંકાણીના દીકરાનો ક્યૂટ અંદાજ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દિશાના ખોળામાં તેમનો દીકરો બેઠો છે. જયારે પતિ મયુરના ખોળામાં તેમની દિકરી બેઠેલી જોઈ શકાય છે. દિશાબેન શોમાં ક્યારે પરત ફરે છે એ તો કઈ નક્કી નથી પરંતુ આ વીડિયોએ ચાહકોના દિલ જીતી લીધા છે.

Niraj Patel