“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોના ચાહકો માટે એક મોટી ખુશખબરી છે. બધાની વ્હાલા દયાભાભી એટલે કે અભિનેત્રી દિશા વાકાણી બીજીવાર માતા બની ગઇ છે. દિશા વાકાણીના ઘરે ફરી એકવાર કિલકારી ગુંજી છે. દિશા વાકાણીએ કેટલાક દિવસ પહેલા જ દીકરાને જન્મ આપ્યો છે. દિશાના પતિ અને અભિનેતા ભાઇ મયૂર વાકાણીએ અભિનેત્રીના માતા બનવાની ખબરને કંફર્મ કરી છે. આ ખબર સામે આવ્યા બાદ દિશા વાકાણીના ચાહકો તેને માં બનવાની ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે. દિશાના ભાઇ મયૂર વાકાણી ફરી મામા બનવાથી ઘણા ખુશ છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં મયૂર વાકાણીએ કહ્યુ કે, હું ઘણો ખુશ છુ કે ફરીથી મામા બની રહ્યો છું. વર્ષ 2017માં દિશાને છોકરી થઇ હતી અને હવે તે ફરીથી માં બની છે. હું ફરી મામા બની ગયો છું. હું ઘણો જ ખુશ છું. જણાવી દઇએ કે, દિશા વાકણીનો ભાઇ મયૂર વાકાણી તારક મહેતા શોમાં સુંદર લાલનો રોલ પ્લે કરે છે. તમને જણાવી દઇએ કે, દિશાને પહેલાથી જ એક દીકરી છે અને હવે તે એક પુત્રની માતા બની છે. ઉલ્લેખનીય છે કે દિશા વાકાણીની પતિ સાથે ફેમીલી ફંક્શનની તસવીર ડિસેમ્બર 2021માં વાયરલ થઇ હતી.
આ તસવીરમાં દિશા બેબી બંપ સાથે જોવા મળી હતી. દિશા વાકાણીની આ તસવીર એ સમયે ઘણી જ વાયરલ થઇ હતી. બેબી બંપ જોયા બાદ દિશાના ફરી પ્રેગ્નેટ હોવાની ખબર પણ સામે આવી હતી. પરંતુ અભિનેત્રી તરફથી કોઇ કંફર્મેશન આવ્યુ ન હતુ. ત્યારે હવે જઇને એ કંફર્મ થયુ છે કે દિશાની આ તસવીર તેની બીજી પ્રેગ્નેંસી દરમિયાનની જ હતી. એકબાજુ જ્યાં દિશા ફરીથી મા બની છે અને બીજીવાર તેનુ મધરહૂડ એન્જોય કરી રહી છે. ત્યાં દિશાના તારક મહેતામાં શોમાં પરત આવવાની પણ ખબરો આવી રહી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદીએ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે દયાબેન ટૂંક સમયમાં શોમાં પરત ફરી શકે છે. અસિત મોદીએ કહ્યું, “અમે શોમાં ફરી એકવાર દયાબેનનો ટ્રેક શરૂ કરવા જઈ રહ્યા છીએ.’ હવે મને ખબર નથી કે દયાબેન તરીકે દિશા વાકાણી શોમાં પાછી ફરશે કે કેમ… તે દિશા બેન હશે કે નિશા બેન ? પરંતુ, દયાબેનનું પાત્ર શોમાં પરત ફરશે. જ્યારે દિશા વાકાણીના પતિ મયુર પંડ્યાએ અગાઉ કહ્યું હતુ કે, ‘દિશા હાલમાં તેના નવજાત બાળકની સંભાળ રાખવામાં વ્યસ્ત છે.
View this post on Instagram
તે જલ્દી જ તમારી સાથે વાત કરશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણીની વાપસી પર તેના ભાઈ મયુર વાકાણીએ કહ્યું, ‘દિશા ચોક્કસપણે શોમાં પરત ફરશે. ઘણો સમય વીતી ગયો છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એકમાત્ર એવો શો છે જેમાં તેણે આટલા વર્ષો સુધી કામ કર્યું છે. આવી સ્થિતિમાં તે શોમાં પરત ન ફરે તેવું કોઈ કારણ નથી. અમે બધા રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે સેટ પર પરત ફરશે અને તેનું કામ ફરી શરૂ કરશે.