મોડી રાત્રે બોલ્ડ અવતારમાં મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થઇ ટાઇગર શ્રોફની કથિત એક્સ ગર્લફ્રેન્ડ દિશા, લોકોએ કહ્યુ- નવો બકરો

ટાઇગરને છોડીને સૌથી બોલ્ડ હિરોઈન દિશાએ નવું વિદેશી પુરુષ સાથે ચક્કર ચાલુ કરી દીધું? તસવીરો જોઈને ઉઠ્યા સવાલો….જુઓ

દિશા પટની છેલ્લા ઘણા વર્ષોથી કથિત રીતે એક્ટર ટાઇગર શ્રોફને ડેટ કરી રહી હતી પરંતુ કેટલાક સમય પહેલા ખબર આવી કે તેમનું બ્રેકઅપ થઇ ગયુ છે. આ કપલે ક્યારેય તેમના રિલેશનશિપને કંફર્મ કર્યુ નહિ અને બ્રેકઅપની ખબર પર પણ કોઇ વાત ન કરી. હવે એવું લાગે છે કે ટાઇગર સાથે બ્રેકઅપ બાદ દિશાને કોઇ બીજું મળી ગયુ છે અને હવે તે એક એક્ટર-મોડલને ડેટ કરી રહી છે.

જણાવી દઇએ કે, દિશાને મોડી રાત્રે ખૂબ જ બોલ્ડ આઉટફિટમાં મિસ્ટ્રી મેન સાથે ડિનર ડેટ એન્જોય કરતા સ્પોટ કરવામાં આવી હતી. કેમેરામાં એક મોમેન્ટ એવી કેદ થઇ જ્યારે દિશા રેસ્ટોરન્ટથી બહાર નીકળી અને તેના પાછળ એક હેન્ડસમ માણસ જોવા મળ્યો. વીડિયોમાં જોવા મળી રહેલ આ વ્યક્તિનું નામ Aleksandar Alex Ilic છે. ઘણા લોકોનું કહેવુ છે કે, એલેક્જેંડર દિશાનો બેસ્ટફ્રેન્ડ છે, તો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે દિશા તેને ડેટ કરી રહી છે.

વીડિયોમાં દિશા મરુન લેસી બ્રાલેટમાં અને એલેક્જેંડર બ્લેક શર્ટમાં જોવા મળી રહ્યો છે. દિશા એલેક્જેંડર સાથે મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન એલેક્જેંડર દિશાને લઈને પ્રોટેક્ટિવ જોવા મળ્યો હતો. બન્યું એવું કે બંને બાંદ્રાની એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા બાદ પેપરાજીએ દિશાને ઘેરી લીધી હતી. આ દરમિયાન એક ફેન પણ દિશા સાથે વાત કરતો જોવા મળ્યો હતો પરંતુ એલેક્જેંડર બોડીગાર્ડની જેમ દિશાને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો.

તે દિશાના ખભા પર હાથ મૂકીને તેને કારમાં બેસાડતો જોવા મળ્યો હતો. દિશાને કારમાં ન બેસાડી ત્યાં સુધી તેણે અભિનેત્રીને એકલી છોડી નહિ. બસ, પછી શું હતુ, આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા વાયરલ થઇ ગયો અને પછી લોકોએ અલગ અલગ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું. એક યુઝરે લખ્યું- દિશા ટાઈગર હજી જીવે છે. એકે લખ્યું- ખાનગી જીવન નથી. એક બોલ્યો – ઓહ હો નવો બકરો. જો કે એક યુઝરે લખ્યું- આ બેસ્ટફ્રેન્ડ જ કામ બગાડે છે.

તમને જણાવી દઈએ કે એલેક્જેંડર એલેક્સ અભિનેત્રી દિશા પટનીનો જિમ ટ્રેનર છે.બંને મિત્રો પણ છે. તેણે વેબ સિરીઝ ‘ગિરગિટ’થી અભિનયની શરૂઆત કરી હતી. તેને હિન્દી બોલતા આવડતું ન હતું પણ તેણે આ અવરોધ તોડીને આ ભાષા શીખી લીધી. દિશા પણ સોશિયલ મીડિયા પર તેની સાથે ઘણી તસવીરો શેર કરતી રહે છે. એકવાર ઈન્ટરવ્યુમાં એલેક્જેંડરે દિશાના વખાણ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina