દિશા પટનીએ નવા નવા બોયફ્રેન્ડ સાથે બાથરૂમમાં કરી એવી હરકત કે વાયરલ થઇ ગયો વીડિયો, યુઝર્સ બોલ્યા શરમ કર

શરમ જેવું કાંઈ છે કે નહિ, નવા બોયફ્રેન્ડ સાથે બાથરૂમમાં ઘુસી ગઈ દિશા પટની, જુઓ પછી શું થયું

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ચાહકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે અવાર નવાર રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. અભિનેત્રી દિશા પટની ઘણા વર્ષો સુધી ટાઈગર શ્રોફ સાથે રિલેશનશિપમાં રહી, પરંતુ હાલમાં જ રિપોર્ટ્સ અનુસાર બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. જોકે, રિલેશનમાં હોવાનું અને બ્રેકઅપ થયાનું દિશા અથવા ટાઇગર બંનેમાંથી કોઇએ સત્તાવાર જાહેર કર્યુ નહોતુ. જો કે, બ્રેકઅપ બાદ દિશા ફરીથી પ્રેમમાં પડી ગઈ છે.

મીડિયા રિપોર્ટ્સ કહે છે કે દિશા તેના જિમ ટ્રેનર અને બેસ્ટ ફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સને ડેટ કરી રહી છે. દિશા અને એલેક્ઝાન્ડર છેલ્લા ઘણા દિવસોમાં ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે અને પાર્ટીઓમાં પણ બંનેની સાથે એન્ટ્રી થાય છે. ત્યારે તાજેતરમાં દિશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બાથરૂમમાં સિઝલિંગ વીડિયો શૂટ કરતી જોવા મળી રહી છે અને આ વીડિયોમાં તેનો કથિત બોયફ્રેન્ડ પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.

આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, દિશા પટનીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે તેના કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર સાથે જોવા મળી રહી છે. વીડિયોમાં બંનેએ બાથરોબ પહેર્યા છે અને દિશાએ તેના વાળ ટુવાલથી ઢાંકેલા છે, આ સાથે તેણે ડાર્ક ચશ્મા પણ પહેરેલા છે. આ વીડિયોમાં બંનેએ માઈકની જેમ હાથમાં શેમ્પૂ કે બોડીવોશની બોટલ પકડેલી દેખાઇ રહી છે. બંને રીલ બનાવી રહ્યા છે અને આ દરમિયાન ફની એક્ટ્સ પણ કરી રહ્યા છે.

દિશાના ચાહકો આ ફની અને સિઝલિંગ ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દિશા અને એલેક્ઝાન્ડર વચ્ચેની કેમેસ્ટ્રી પણ ઘણા લોકોને પસંદ આવી રહી છે. ચાહકોની સાથે સાથે ઘણી સેલિબ્રિટીઓએ પણ તેના વીડિયો પર કમેન્ટ્સ કરી છે. આ વીડિયો પર ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની કમેન્ટે બધાનું ધ્યાન ખેંચ્યું. દિશાના આ વિડિયો પર કોમેન્ટ કરતાં ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફે પણ હાસ્યજનક ઈમોજી સાથે હાર્ટ ઈમોજી પોસ્ટ કરી.

આ વીડિયો સામે આવ્યા બાદ હવે તેમના અફેરના સમાચારની ચર્ચા વધુ તેજ બની છે. તમને જણાવી દઈએ કે ટાઈગર શ્રોફ અને દિશાના બ્રેકઅપની અફવાઓ પછી હાલ એવું કહેવામાં આવી રહ્યુ છે કે દિશા એલેક્ઝાન્ડરને ડેટ કરી રહી છે. એલેક્ઝાન્ડર જાણીતો મોડલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે 2015માં દિશા સાથે ફ્લેટ શેર કરતો હતો. ત્યારે જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી.

Shah Jina