કોઇએ પત્ની અને બાળકો સાથે તો કોઇએ મિત્રો અને થવાવાળી ઘરવાળી સાથે ઉજવ્યુ નવુ વર્ષ, જાણો ક્રિકેટરોએ કેવી રીતે કર્યુ 2023નું સ્વાગત

કોહલી-અનુષ્કા અને MS ધોની-સાક્ષીએ દુબઇમાં ઉજવાયુ પોતાનું નવુ વર્ષ, રોહિત શર્માએ પરિવાર અને મિત્રો સાથે કરી માલદીવમાં ઉજવણી, જુઓ તસવીરો

ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોએ નવા વર્ષ 2023ની શાનદાર ઉજવણી કરી. ઘણા ક્રિકેટરે તેમના મિત્રો સાથે તો ઘણાએ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી, તો કેટલાકે બાળકો સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે વર્ષ 2023ની ઉજવણી કરી હતી. મહેન્દ્ર સિંહ ધોની પરિવાર સાથે દુબઈમાં છે.

પૂર્વ ભારતીય કેપ્ટનની પત્ની સાક્ષીએ સોશિયલ મીડિયા પર નવા વર્ષની ઉજવણીનો વીડિયો શેર કર્યો છે. જેમાં ધોની દુબઈમાં નવા વર્ષને આવકારવા ફટાકડા ફોડીને આનંદ માણી રહ્યો છે. તેમના ખોળામાં દીકરી જીવા ધોની છે અને બંને ફોડવામાં આવતા ફટાકડા જોઇ રહ્યા છે. સાક્ષી સિવાય ચેન્નાઈ સુપર કિંગ્સે પણ આ વીડિયો શેર કર્યો અને લખ્યું કે થાલા સાથે વર્ષ 2023નું સ્વાગત કરો.

તમને જણાવી દઈએ કે એમએસ ધોની છેલ્લા કેટલાક દિવસોથી દુબઈમાં છે, તેણે ત્યાં ક્રિસમસની ઉજવણી પણ કરી હતી. T20 ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે ફોટો શેર કરી શુભેચ્છા પાઠવી છે. આ ફોટો હોટલનો હતો. સૂર્યકુમાર યાદવ વર્ષના પહેલા દિવસે રવિવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી ચાહકોને માહિતી આપી હતી.

શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં સૂર્યકુમાર યાદવને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. તે આ વર્ષે વનડે ટીમમાં પણ જોવા મળશે. આ સિવાય ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર્સે પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરતી તસવીરો શેર કરી છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા પોતાના પરિવાર સાથે માલદીવમાં છે, જ્યારે વિરાટ કોહલી UAEમાં છે. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

અનુષ્કાએ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી સાથે ફોટો શેર કરીને આ અંગેની માહિતી આપી છે. ટીમ ઇન્ડિયામાંથી હાલ અંગત છુટ્ટી પર ચાલી રહેલા ક્રિકેટર કેએલ રાહુલે તેની ગર્લફ્રેન્ડ આથિયા શેટ્ટી સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી, જેની તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. એવા અહેવાલો છે કે રાહુલ અને આથિયા બંને 2023ની શરૂઆતમાં લગ્નના બંધને બંધાવાના છે અને તેને લઇને જ રાહુલ છુટ્ટી પર છે.

કેએલ રાહુલ પહેલેથી જ બોર્ડને વેકેશન માટે પત્ર લખી ચૂક્યો છે. નવા વર્ષના સેલિબ્રેશનની જે તસવીરો સામે આવી છે, તેમાં અથિયાએ સ્ટ્રેપલેસ બ્લેક કોર્સેટ અને બ્લેન્ક પેન્ટ પહેર્યું છે, જ્યારે રાહુલે બ્લેક પેન્ટ સાથે બ્લેક શર્ટ પહેર્યું છે. મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા ઉપરાંત ક્રિકેટના ભગવાન કહેવાતા પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે ટ્વિટ કરીને ચાહકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

માસ્ટર બ્લાસ્ટરે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું, ‘Knock, knock who?’ આ 2023 છે… આ સિવાય વીડિયોમાં પૂર્વ ભારતીય બેટ્સમેનના હાથમાં ક્રિકેટ બેટ જોવા મળે છે. તે બોલ સાથે પણ રમી રહ્યા છે. જો કે, સચિન તેંડુલકરની આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ક્રિકેટ ચાહકો સતત ટ્વીટ પર કોમેન્ટ કરી રહ્યા છે અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા હવે 3 જાન્યુઆરીથી શ્રીલંકા સામે T20 સિરીઝ રમવાની છે. જોકે તે સિરીઝમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા કોઈ સિનિયર ખેલાડી નથી.

ભારતે શ્રીલંકા સામે વનડે શ્રેણી પણ રમવાની છે, જેમાં વરિષ્ઠ ખેલાડીઓ વાપસી કરશે. કોહલી શ્રીલંકા સામે 3 જાન્યુઆરીથી શરૂ થનારી T20 શ્રેણીનો ભાગ નથી. તે 3 મેચની વનડે સીરીઝ દ્વારા ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh (@sakshisingh_r)

Shah Jina