...
   

ફલાઇટમાં બેઠા બાદ પેસેન્જરને હાથ પર થઇ ઇજા, તો એરહોસ્ટેસે લગાવી એવી રીતે દવા કે જોઈને લોકો બોલ્યા…”આવું તો પોતાના પણ નથી કરતા…”

આ એરહોસ્ટેસે પેસેન્જરની ઇજા પર એવી રીતે લગાવી દવા કે જોઈને લોકો પણ બોલ્યા.. “વાહ સેવા હોય તો આવી…” જુઓ વીડિયો

દુર્ઘટના ક્યારે કોની સાથે બની જાય એ કોઈને પણ ખબર નથી હોતી. ઘણીવાર આપણે રસ્તામાં ચાલતા હોઈએ અને કોઈ દુર્ઘટનાનો શિકાર બની જતા હોઈએ છીએ, ક્યારેક બસ કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન પણ નાની મોટી ઈજાઓ થતી હોય છે. ત્યારે આવી ઇજાઓમાં પ્રાથમિક સારવાર મળવી ખુબ જ જરૂરી હોય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને પ્લેનમાં સામાન્ય ઇજા થાય છે. જેના બાદ એક એરહોસ્ટેસ તેની સારવાર કરવા માટે દોડી આવે છે અને તેની ઇજા પર એ રીતે દવા લગાવી રહી છે કે તે જોઈને લોકો પણ તેની પ્રસંશા કરી રહ્યા છે.

ઇરફાન અંસારી નામના હેન્ડલ દ્વારા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં એર હોસ્ટેસની કર્તવ્યનિષ્ઠા અનુભવી શકાય છે. જો કે ફ્લાઇટમાં હાજર સમગ્ર સ્ટાફ હંમેશા લોકોની સેવામાં હાજર રહે છે, પરંતુ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ કામ લોકોના હૃદયને સ્પર્શી જાય છે, તેવી જ રીતે આ એર હોસ્ટેસ દ્વારા કરવામાં આવેલી મદદ પણ લોકોને પસંદ આવી રહી છે.

આ વીડિયો શેર કરતા ઈરફાને લખ્યું, ‘પ્રિય ઈન્ડિગો, કૃપા કરીને કેબિન ક્રૂના સભ્યોને ઈનામ આપો. હું જાણું છું કે તે તેમના કામનો એક ભાગ છે, પરંતુ ક્રૂ મેમ્બરોએ જે રીતે પીડિતની સંભાળ લીધી છે, પરિવારના સભ્યો પણ આવી કાળજી લેતા નથી. તો તમે જોયું હશે કે પ્રથમ ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત વિસ્તાર પર કેવી રીતે દવા લગાવી રહી છે. થોડા સમય પછી તે પાટો લગાવે છે. આ જોઈને આસપાસ બેઠેલા લોકો પણ ક્રૂ મેમ્બરના વખાણ કરવા લાગે છે.

Niraj Patel