મનોરંજન

દિશા પટનીએ પિંક બિકિની અને શ્રગમાં ઇન્ટરનેટ પર મચાવી સનસની, હોટ અદાઓ જોઇ ચાહકો પૂછવા લાગ્યા- શું ટાઇગર શ્રોફ પણ…

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દિશા પટની આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. અભિનેત્રીને બીચ કેટલો પસંદ છે તે તેનુ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને જ ખબર પડે છે. ફરી એકવાર તે સમુદ્ર માટે પોતાનો પ્રેમ બતાવી રહી છે. હાલમાં જ અભિનેત્રીએ તેની બિકી તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો પણ દિલ આપી બેઠા છે. અભિનેત્રી દિશા પટની તેના ગ્લેમરસ ફોટોશૂટને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હવે તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તે બિકીમાં પોઝ આપતી જોવા મળી રહી છે.

આ તસવીરમાં દિશા પટની બિકી ફોટોમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ ફોટોઝ પર ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ આવી રહી છે. અભિનેત્રી હાલ માલદીવમાં વેકેશન માણી રહી છે. આ તસવીરોમાં દિશા પટની પિંક કલરની બિકીમાં જોવા મળી રહી છે. તેણે તેની સાથે શ્રગ કેરી કર્યુ છે અને ભીના વાળમાં તે સુંદર લાગી રહી છે. લોકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેની તસવીર પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- ક્યૂટનેસ ઓવરલોડેડ.

જો કે અભિનેત્રીએ આ બિકી પહેલીવાર નથી પહેરી, આ પહેલા પણ તેણે આ બિકીમાં પોતાનો ફોટો શેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે 2016ની સુપરહિટ ફિલ્મ ‘એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર દિશા પટનીએ ‘બાગી 2’, ‘મલંગ’, ‘ભારત’ અને થોડા સમય પહેલા રિલીઝ થયેલી ‘રાધે’માં કામ કર્યું છે. બોલીવુડમાં ડેબ્યુ કરતા પહેલા દિશા તેલુગુ ફિલ્મ ‘લોફર’માં જોવા મળી હતી. જોકે તેની ફિલ્મ ‘કુંગ ફૂ પાડા’ હેડલાઇન્સમાં રહી હતી. એમએસ ધોની ફિલ્મમાં તે મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી ગર્લફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી.

દિશાની તસવીરો પર ચાહકો કમેન્ટ કરી તેને પૂછી રહ્યા છે કે શું તે એકલી વેકેશન માણી રહી છે કે પછી ટાઈગર શ્રોફ પણ તેની સાથે છે ? દિશા પટની વેકેશન માણવા માલદીવ ગઈ છે. દિશા પટની સેલિબ્રેશનની એક પણ તક હાથથી જવા દેતી નથી. દિશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે ઘણીવાર પોતાના બોલ્ડ અંદાજથી ઈન્ટરનેટ પર ધમાલ મચાવતી જોવા મળે છે. ફરી એકવાર દિશાએ પોતાના હોટ અને સ્ટાઇલિશ લુકથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y W O R L D (@filmyworld43)

દિશા પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. અભિનેત્રીએ પોતાના અભિનયથી કરોડો દર્શકોના દિલ જીતી લીધા છે, સાથે જ તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોના હોશ ઉડાવતી પણ જોવા મળે છે. આ દિવસોમાં દરેકના હોઠ પર માત્ર દિશાનું જ નામ છે. દિશાની હાલની માલદીવની તસવીરોએ તો સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. ફેન્સની સાથે સાથે તમામ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દિશા ટૂંક સમયમાં જ અભિનેતા જોન અબ્રાહમ, અર્જુન કપૂર સાથે મોહિત સૂરીની એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે.