શું તમારા ઘરમાં ગુવારનું શાક ખાવાનું નથી પસંદ ? તો આ રીતે બનાવો ગુવારનું શાક, એક મિનિટના વીડિયોમાં જોઈ લો આખી રેસિપી

ગુજરાતીઓ ખાવાના શોખીન હોય છે, પરંત ઘણા લોકો એવા હોય છે જેને ઘરમાં જે શાક બને તેના કરતા હોટલનું શાક ખાવાનું વધારે પસંદ હોય છે. ગુવારનું શાક શરીર માટે ખુબ જ ફાયદાકારક છે, પરંતુ ઘણા લોકોને ઘરમાં બનતું ગુવારનું શાક ખાવું પસંદ નથી હોતું, ત્યારે આજે અમે તમારા માટે લઈએં આવ્યા છીએ ગુવારના શાકની એક નવી જ રેસિપી, જે જોઈને તમારા ઘરના સદસ્યો પણ આંગળા ચાટતા રહી જશે !!

તો આ ગુવારનું શાક બનાવવા માટે સૌ પ્રથમ તમે સામગ્રી નોંધી લો.

  • ગુવાર
  • થોડું ચવાણું, પાપડી (જો ના હોય તો શેકેલો ચણાનો લીટ)
  • તલ
  • કાચા સીંગદાણા
  • લસણ
  • ડુંગળી
  • ટામેટું
  • જીરું
  • અજમો
  • લાલ મરચું
  • હળદર
  • ગરમ મસાલો
  • ધાણાજીરું પાવડર
  • તેલ
  • મીઠું સ્વાદ પ્રમાણે


ગુવારનું શાક બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ગુવારને બાફી લેવા
  • એક મિક્ષર જારમાં ચવાણું, લસણ, તલ, સીંગદાણા, અને લાલ મરચું નાખી પીસી નાખવું !
  • આ મિશ્રણનો ભૂકો થઇ જાય તેના બાદ તેમાં ડુંગળીને કાપી નાખી દેવી, અને થોડું પાણી નાખી ફરીથી મિક્ષરમાં પીસી લેવું !
  • તૈયાર થયેલી પેસ્ટને એક બાઉલમાં બહાર કાઢી લેવી !
  • ત્યારબાદ મિક્ષરના એજ જારની અંદર ટામેટું કાપીને નાખી તેની પણ પેસ્ટ બનાવી લેવી !
  • ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકવું !
  • તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં જીરા અને અજમાનો વઘાર કરવો !
  • જીરું તતડી ગયા બાદ તેમાં ચવાણા અને ડુંગળીને પેસ્ટ એડ કરી 2-3 મિનિટ શેકી લેવું !
  • ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું !
  • ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરી દેવી !
  • ટામેટાની પેસ્ટ ઉમેર્યા બાદ તેમાં થોડું પાણી એડ કરી દેવું !
  • પાણી ઉમેર્યા બાદ તેમાં બાફેલા ગુવારના ટુકડા નાખી દેવા અને બરાબર હલાવીને મિક્ષ કરી થોડીવાર માટે ઢાંકી દેવું !
  • 2-3 મિનિટ બાદ પેનમાં તવેથાથી મિશ્રણને હલાવી જોવું, પાણી બરાબર બળી જતા સુધી શાકને ગરમ કરતા રહેવું !
  • શાકમાંથી પાણી એકદમ બળી ગયા બાદ ગેસ બંધ કરી દેવો !
  • તૈયાર છે તમારું એક નવું જ ગુવારનું શાક !

ગુવારનું શાક તમારા બાળકો પણ જો ના ખાતા હોય તો પણ ખાતા થઇ જશે, આ શાક બનાવવા માટે એક મિનિટનો આ વીડિયો પણ જરૂર જોઈ લેજો, તમારા ખુબ ઉપયોગી બનશે. આ રેસિપી પહેલા “ગુજ્જુરોક્સ”ની ટીમ દ્વારા બનાવ્યા બાદ જ આપ સામે લાવવામાં આવી છે.

Niraj Patel