ખુશખબરી: સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક છે આ, જાણો

સોનાથી બેસ્ટ રિટર્ન જોઈએ છે? તો જરૂર વાંચો ફાયદાકારક માહિતી

તમને ખ્યાલ જ હશે કે ભારતમાં સોનાનો ઉપયોગ વધુ થાય છે. કોઇ સારા-નરસા પ્રસંગમાં સોનાની જરૂર રહેતી હોય છે. હાલના સમયે રોકાણ કરવા અને પ્રસંગ માટે સોનું લેવાનો ઉત્તમ અવસર છે.

Image source

સોનાના ભાવ 11 મહિનાની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં સોનાનો ભાવ રૂ. 57,000 હતો. પરંતુ હાલ 21 ટકાના કડાકા સાથે 10 ગ્રામ સોનાના ભાવમાં રૂ. 11,500નો ઘટાડો થયો હતો.

Image source

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (Gold ETF) :-
શેરની જેમ સોનું ખરીદવુ તેને ગોલ્ડ ઈટીએફ કહેવામાં આવે છે. ઈટીએફ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ છે. સ્ટોક એક્સચેન્જમાં તેનું ખરીદ વેચાણ થઈ શકે છે. અલબત્ત ગોલ્ડ ઇટીએફનું બેંચમાર્ક સ્પોટ ગોલ્ડના ભાવ હોવાથી, તેને સોનાના વાસ્તવિક ભાવની નજીક ખરીદી શકાય છે.

Image source

આ એક ઓપન એંડેડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે. જે સોનાના વધતા-ઘટતા ભાવો પર આધારિત હોય છે. ઇટીએફ ઘણુ કોસ્ટ ઇફેક્ટિવ હોય છે. એક ગોલ્ડ ઇટીએફ યુનિટ મતલબ 1 ગ્રામ સોનું… આ ગોલ્ડમાં ઇનવેસ્ટમેન્ટ સાથે સાથે સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટની ફ્લેક્સિબિલિટી પણ આપે છે.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ :-
ઈટીએફની સરખામણીમાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું સરળ છે. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ઓનલાઈન માધ્યમથી રોકાણ થઈ શકે છે. આ માટે તમે ડિસ્ટ્રીબ્યુટર પાસે પણ રોકાણ કરવા જઈ શકો છો.

Image source

જ્યારે ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવા તમારી પાસે ડીમેટ ખાતું હોવું જોઈએ. ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં એએમસી વળતર માટે ગોલ્ડ ઇટીએફમાં કોર્પસનું રોકાણ કરે છે. આ ઉપરાંત ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોને એસઆઈપી દ્વારા રોકાણ કરવાની પણ મંજૂરી આપે છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ :-
Sovereign ગોલ્ડ બોન્ડ સ્કીમમાં 2.5% વર્ષનું વ્યાજ મળે છે. આ એક સરકારી યોજના છે. જેમાં રોકાણ કરવાથી જોખમ ઘણું ઓછું થઈ જાય છે. જેમાં ચિંતા કર્યા વગર વળતર મળે છે.

Image source

આ સ્કીમમાં ઇન્વેસ્ટ કરનાર વ્યક્તિ વર્ષમાં વધારેમાં વધારે 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. કોઇ પણ વ્યક્તિ કે HUF એક કારોબારી વર્ષમાં વધારેમાં વધારે 4 કિલોગ્રામ બોન્ડ ખરીદી શકે છે.

 

Shah Jina