બોલીવુડની બેબો કરીના કપૂર બીજીવાર માતા બની ચુકી છે. તેને એક દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મ બાદ તેને વુમન્સ ડે ઉપર દીકરા સાથે તસ્વીર શેર કરી હતી, પરંતુ તેને પોતાના દીકરાનો ચહેરો બરાબર બતાવ્યો નહોતો.
ચાહકો પણ કરીનાના બીજા દીકરાને જોવા માટે આતુર હતા, પરંતુ તેમની આતુરતાનો અંત કરીનાના પપ્પા અને તૈમૂરના નાનાએ લાવી દીધો છે, તેમને કરીનાના દીકરાની એક તસ્વીર શેર કરી છે જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.
રણધીર કપૂરે સોશિયલ મીડિયા ઉપર એક તસ્વીર શેર કરી હતી અને તેને ડીલીટ પણ કરી દીધી હતી. જેના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આ કરીનાના બીજા દીકરાની તસ્વીર હોઈ શકે છે.
સોમવાર 5 એપ્રિલના રોજ કરીનાના પોતા રણધીર કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એક 2 તસ્વીરોનું કોલાજ શેર કર્યું હતું. જેમાં એક તસ્વીર તૈમુરની હતી તો બીજી તસ્વીરમાં દેખાઈ રહેલું બાળક તૈમુર જેવું જ દેખાતું હતું.
જેના બાદ માનવામાં આવી રહ્યું છે કે આ બીજું બાળક કરિનાનો નાનો દીકરો જ છે. જોકે થોડા જ સમય બાદ રણધીર કપૂરે આ તસ્વીરને ડીલીટ કરી દીધી હતી.
તમને જણાવી ડાઇએક આ પહેલા રણધીર કપૂરે જણાવ્યું હતું કે કરીનાનો બીજો દીકરો તૈમુર જેવો જ દેખાય છે. જેના કારણે અંદાજો લગાવવો ખોટો નથી કે આ તસ્વીર કરીનાના નાના દીકરાની જ છે.
કરીના કપૂરે 21 ફેબ્રુઆરીના રોજ પોતાના બીજા દીકરાને જન્મ આપ્યો હતો. આ પહેલા તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર 2016ના રોજ થયો હતો. કરીના અને સૈફે પોતાના દીકરાનું નામ પણ હજુ ખાનગી જ રાખ્યું છે. કારણ કે તૈમૂરના નામને લઈને પણ માહોલ ખુબ જ ગરમાયો હતો.