CSK માટે પ્રાર્થના કરતી જોવા મળી ધોનીની દીકરી, લોકોએ કહ્યું, IPLની યાદગાર તસવીર

સોમવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માટે ઘણી પ્રાર્થના કરવામાં આવી હતી. આ મેચ દરમિયાન CSK કેપ્ટન એમએસ ધોનીની પુત્રી જીવાની તસવીરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

5 વર્ષીય ઝીવાને દુબઇના સ્ટેડિયમમાં વિઝિટર ગેલેરીમાં હાથ જોડીને, માથું ઝુકાવીને અને આંખો બંધ કરીને જોવા મળી. ઘણાને આશ્ચર્ય થયું કે શું તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની દિલ્હી કેપિટલ્સ (DC) પર જીત માટે પ્રાર્થના કરી રહી છે. અંતે, CSK એક ઝટકામાં હારી ગઈ – પરંતુ ઝિવા ધોનીની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ. મેચમાં બરાબરની ફાઈટ જોવા મળી અને છેલ્લે દિલ્હી છેલ્લી ઓવરમાં જીતી લીધી.

જીવા ધોનીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે જીવા પ્રાર્થના કરી રહી હતી, ત્યારે તેની માતા સાક્ષી ધોનીએ તેને જોઈ. તે સમયે, રિષભ પંતની આગેવાનીવાળી DC 17 ઓવરમાં 6 વિકેટે 109 રન પર હતી. તેનો ટાર્ગેટ 137 નો હતો.

જીવાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. લોકો જીવાના આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફોટો શેર કરતી વખતે, ઘણા યૂઝર્સે તેને ‘દિવસની સૌથી યાદગાર ક્ષણ’ ગણાવી.

ઘણા યુઝર્સે કહ્યું કે, CSK એ આ મેચ જીવા માટે જીતવી જોઈતી હતી. મેચ જ્યારે અંતિમ ઓવરમાં પહોંચી ત્યાં સુધીમાં, ડીસી સીએસકે કરતાં જીતની ઘણુ નજીક હતુ. જોકે, ટી 20 મેચમાં છેલ્લો બોલ નાંખવામાં ન આવે ત્યાં સુધી કશું કહી ન શકાય. અંતે, ઓવરના ચોથા બોલ પર, ડીસીના કાગિસો રબાડાએ ડ્વેન બ્રાવોને બાઉન્ડ્રી ફટકારી અને તેની ટીમ માટે જીતનો દરવાજો ખોલી દીધો.

YC