પેરિસમાં એફિલ ટાવર સામે ત્રણ મહિલાઓએ ગંગુબાઈના ઢોલીડા ગીત ઉપર કર્યો એવો ડાન્સ કે ભૂરિયાઓ પણ આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા

બોલીવુડની ઘણી ફિલ્મોમાં એવા એવા ગીતો આવે છે જે દુનિયાભરમાં પ્રચલિત બની જાય છે અને આવા ગીતો ઉપર લોકો ડાન્સ કરીને પોતાના વીડિયો પણ બનાવતા હોય છે. હાલમાં જ આવેલી “ગંગુબાઈ કાઠિયાવાડી” ફિલ્મનું એક ગીત “ઢોલીડા” પણ લોકો માટે ખુબ જ ખાસ રહ્યું અને આ ગીત ઉપર પણ હજારો લોકોએ વીડિયો બનાવ્યા.

ઢોલીડા ગીત ઉપર બનાવેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થયા ત્યારે પણ હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોની અંદર 3 મહિલાઓ પેરિસમાં એફિલ ટાવરની સામે જ ઢોલીડા ગીત ઉપર ધાંસુ ડાન્સ કરતી જોવા મળે છે અને તેમનો આ ડાન્સ જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઇ જાય છે.

આ વીડિયો માનસી નામની યુઝર્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. માનસી એક પ્રોફેશનલ ડાન્સર છે અને તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ઘણીવાર ડાન્સ વીડિયો પોસ્ટ કરે છે. ગયા મહિને, તેણે તેના સાથી કૃતિ પટેલ અને સિલ્વી પારીક સાથે એક ડાન્સ વીડિયો શૂટ કર્યો હતો. જેમાં ત્રણેયે કેસરી, સફેદ અને લીલી સાડી પહેરી હતી. તે મરાઠી શૈલીમાં માથા પર ગજરા પહેરીને પેરિસની શેરીઓમાં નીકળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mansi Parekh (@mansi_dancetodream)

ત્રણેયે એફિલ ટાવરની સામે અને પેરિસના અગ્રણી સ્થળોએ ડાન્સ સ્ટેપ કર્યા હતા. તેણે આલિયા ભટ્ટની લેટેસ્ટ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના પ્રખ્યાત ગીત ઢોલીડા પર ડાન્સ કર્યો હતો. હવે આ ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 67 હજારથી પણ વધારે લોકોએ નિહાળ્યો છે. લોકોને પણ આ ત્રણેયના ડાન્સ મૂવ્સ ખુબ જ પસંદ આવી રહ્યા છે.

Niraj Patel