ગુજરાતનું એ ગામ જેને દેશને આપ્યા ધીરૂભાઇ અંબાણી, સસ્તી ચા છોડીને હોટલમાં ચા પીવાનું કારણ જાણી ચોંકી જશો

પોતાનાં ગામમાં પણ આલીશાન છે અંબાણીનું ઘર, જુઓ અંદરની તસવીરો

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ વિશે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પહેલા ટાટા, બિરલાની કહાનીઓ અને હવે છેલ્લા કેટલાક દશકોથી અંબાણીની, હવે અદાણીનું નામ પણ ઝડપથી ચર્ચામાં રહેવા લાગ્યુ છે.

દર વર્ષે આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓના નામ આવે છે જેમાં એશિયાના સૌથી અમીર લોકોમાં છેલ્લા ઘણા વર્ષોથી મુકેશ અંબાણીનું નામ ટોપ પર છવાયેલું રહે છે.

આજે આપણે એવા વ્યક્તિ વિશે જાણીશુ જેઓ એક પેટ્રોલ પંપ પર નોકરી કરતા હતા અને તેમને ખૂબ જ મોટો બિઝનેસ ઊભો કર્યો, તે છે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના પિતા ધીરૂભાઇ અંબાણી..

ધીરૂભાઇ અંબાણીનો જન્મ ગુજરાતના જૂનાગઢમાં 1932માં થયો હતો. ધીરૂભાઇ અંબાણીના પિતા એક શિક્ષક હતા. ઘરની પરિસ્થિતિઓને કારણે તેમને અભ્યાસ વચ્ચેથી છોડવો પડ્યો હતો. પરિવારની મદદ માટે તેમણે ઘણી નાની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

ધીરૂભાઇનું નામ ધીરજલાલ હિરાલાલ અંબાણી હતું. તેઓ ધીરૂભાઇના નામથી જાણિતા થયા હતા. તેમનું નામ દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ખૂબ ચર્ચિત છે. ધીરૂભાઇ અંબાણી બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહના રૂપમાં જાણિતા હતા. તે એ લોકોમાં સામલ હતા જેમણે પોતાના દમ પર ના માત્ર સપના જોયા પરંતુ તેને પૂરા પણ કર્યા.

તમને જણાવી દઇએ કે, તેમણે ભારતને ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઓળખ અપાવી. ધીરૂભાઇ અંબાણીએ ગુજરાતના રહેવાસી કોકિલા બેન સાથેે લગ્ન કર્યા હતા. ધીરૂભાઇને ચાર બાળકો હતા. તેમના દીકરા મુકેશ અને અનિલ અંબાણી તેમજ તેમની દીકરી દીપ્તી અંબાણી અને નીના અંબાણી. મુકેશ અંબાણીને બે દીકરા અને એક દીકરી છે. આકાશ અને અનંત અંબાણી તેમજ ઇશા અંબાણી…

ધીરૂભાઇ અંબાણીએ ફળ અને નાશ્તા વેચવા માટે રેહડી લગાવી અને તે બાદ તેમણે પકોડા વેચવા દુકાન ખોલી. આ બંને કામમાં સફળતા ન મળી અને તે બાદ તેમના પિતાએ તેમને નોકરીની સલાહ આપી. ત્યાર બાદ ધીરૂભાઇને પહેલીવાર કામયાબી હાથ લાગી અને તેઓ મેનેજરના પદ સુધી પહોંચી ગયા. જો કે, તેમની દિલચસ્પી તો બિઝનેસમાં બનેલી હતી.

એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીના પિતાની શરૂઆતની સેલેરી 300 રૂપિયા હતી. પરંતુ તે પોતાની મહેમતના દમ પર જોતજોતામાં કરોડોના માલિક બની ગયા.

ધીરૂભાઇ અંબાણી જયાં કામ કરતા હતા ત્યાના કર્મચારીઓને 25 પૈસામાં ચા મળતી હતી પરંતુ તેઓ એક હોટલમાં જઇ ચા પીતા હતા. એવું એટલા માટેે કે, તેઓ હોટલમાં આવવા વાળા બિઝનેસમેન અને વેપારીઓની વાતો સાંભળી શકે અને મળી શકે. આવી રીતે ધીરૂભાઇએ બિઝનેસની એબીસીડી શીખી.

ધીરૂભાઇ બજાર વિશે ઘણુ બધુ જાણવા લાગ્યા હતા અને તેમને એ પણ સમજમાં આવી ગયુ હતુ કે ભારતમાં પોલિસ્ટરની સૌથી વધુ માંગ છેે અને વિદેશોમાં ભારતીય મસાલાની… જે બાદ બિઝનેસનો વિચાર તેમને અહીંથી આવ્યો. તેમણે એક કંપની રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનની શરૂઆત કરી, જેણે ભારતના મસાલા વિદેશોમાં અને વિદેશના પોલિસ્ટર ભારતમાં વેચવાની શરીઆત કરી.

ગુજરાતના ચોરવાડ ગામમાં જન્મેલા ધીરુભાઇ ભારતીય કોર્પોરેટ જગતમાં સૌથી વધુ જોખમ લેનાર અને કોન્ફિડન્ટ બિઝનેસમેન તરીકે ઓળખાય છે. ચોરવાડમાં ધીરુભાઇનું ઘર, જ્યાં તેમણે બાળપણ વિતાવ્યું હતું, આજે તેમની યાદમાં ધીરુભાઇ અંબાણી મેમોરિયલ હાઉસ કહેવામાં આવે છે.

2002માં અંબાણી પરિવારે આખી સંપત્તિ ખરીદી હતી. તે પછી તેને સ્મારકમાં ફેરવવામાં આવ્યું. તેનો એક ભાગ રહેણાંક છે. ધીરુભાઇ અંબાણી ફાઉન્ડેશન દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે.

દેશનો બીજો સૌથી મોટો નાગરિક એવોર્ડ ‘પદ્મવિભૂષણ’ થી સન્માનિત ધીરુભાઇ 6 જુલાઈ 2002 ના રોજ સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા હતા.

તમને જણાવી દઇએ કે, ઇન્ડિયા ટુડે મેગેઝિનના એક લેખ અનુસાર, ધીરૂભાઇ અંબાણી રોજ 10 કલાક કામ કરતા હતા. મેગેઝીન અનુસાર ધીરૂભાઇ કહેતા હતા કે, જે પણ કહે છે કે તે 12 થી 16 કલાક કામ કરે છે તે જૂઠ્ઠુ બોલે છે અથવા તો તેમના કામ કરવાની ઝડપ ઓછી છે.

ધીરૂભાઇ અંબાણીને પાર્ટી કરવી બિલકુલ પસંદ ન હતી. તેઓ રોજ સાંજે પરિવાર સાથે સમય વીતાવતા હતા. તેમને વધારે ટ્રાવેલ કરવું પણ પસંદ ન હતું. વિદેશ યાત્રાઓનું કામ તેઓ વધારે કંપનીના અધિકારીઓને સોંપતા હતા.

Shah Jina