યુઝવેન્દ્ર ચહલ સાથે થયેલી નાઇંસાફીને ના જોઇ શકી પત્ની ધનશ્રી વર્મા? સોશિયલ મીડિયા પર લખી ઇમોશનલ પોસ્ટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIએ બુધવારે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનું એલાન કરી દીધુ છે. ત્યારે એક નિર્ણયે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા છે. તે નિર્ણય એ હતો કે ટીમ ઇન્ડિયાના સૌથી સારા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને વર્લ્ડ કપ રમવાનો મોકો આપવામાં આવ્યો નથી. આ વચ્ચે હવે ચહલની પત્ની ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા પર એક ઇમોશનલ પોસ્ટ લખી દિલની વાત લખી છે.

ચહલના વર્લ્ડ કપ ટીમથી બહાર થયા બાદ તેની પત્ની ધનશ્રી વર્માએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં પોસ્ટ લખી શેર કરી છે, તેમાં લખવામાં આવ્યુ છે કે, મા કહે છે… આ સમય પણ વીતી જશે. માથુ ઉઠાવી જીઓ કારણ કે હુનર અને સારા કર્મ હંમેશા સાથ આપે છે. તો વાત એવી છે કે આ સમય પણ વીતી જવાનો છે. ભગવાન હંમેશા મહાન છે.

ધનશ્રીની આ પોસ્ટ ત્યારે આવી જયારે તેમને ખબર પડી કે તેમના પતિ અને સ્ટાર લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં જગ્યા નથી મળી. યુઝવેન્દ્ર ચહલ ટી20 ક્રિકેટમાં ભારતના સૌથી સફળ ગેંદબાજ છે. આ ફોર્મેટમાં ચહલથી વધારે વિકેટ કોઇ બીજો ભારતીય ગૈેંદબાજ લઇ શક્યો નથી. ચહલના નામે ટી20માં 49 મેચોમાં 63 વિકેટ છે. આ દરમિયાન તેનું બેસ્ટ 25 રન આપીને 6 વિકેટ લેવાનું રહ્યુ છે.

આ જ સૌથી મોટુ કારણ છે કે ચહલના વર્લ્ડ કપ ટીમમાં ના હોવા પર મોટા મોટા દિગ્ગજ પણ હેરાન છે. વિરાટ કોહલીની કપ્તાની વાળી વર્લ્ડ કપ ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને રાહુલ ચાહરનું નામ સામેલ છે. ત્યાં સિરાજને ટીમમાં સામેલ નથી કરવામા આવ્યા. વરુણ ચક્રવર્તીની તો કિસ્મત ચમકી ગઇ છે કારણ કે તેમણે ચહલ જેવા ખેલાડીને બહાર કરી ટીમમાં જગ્યા બનાવી છે.ય

Shah Jina