ટિમ ઇન્ડિયાના યુવા લેગ સ્પિનર યુજવેંદ્ર ચહલએ અમુક સમય પહેલા જ ધનાશ્રી વર્મા સાથે સગાઈ કરી છે. બંન્નેએ અચાનક સગાઈ કરીને પોતાના ચાહકોને ચોંકાવી દીધા હતા. યુજવેંદ્રએ પોતાની સગાઈની તસ્વીરો પોતાના એકાઉન્ટ પર પણ શેર કરી હતી.

સગાઈના સમારોહમાં યુજવેંદ્ર ક્રીમ કલરના કુર્તા-પાયજામામાં હતા તો ધનાશ્રીએ હલકા ગુલાબી રંગનો લહેંગો પહેરી રાખ્યો હતો, જેમાં બંન્ને ખુબ જ સુંદર દેખાઈ રહ્યા હતા.

ધનાશ્રી પોતાના એકાઉન્ટ પર પોતાના ડાન્સ વિડીયો અને તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી ધનાશ્રીએ પોતાનો ડાન્સ વિડીયો શેર કયો છે જેમાં તે ‘દારૂ બદનામ કરદી’ ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે.

વીડિયોમાં તેનો ડાન્સ અને તેની અદાઓ હંમેશાની જેમ લાજવાબ દેખાઈ રહી છે. ચાહકો તેના ડાન્સને ખુબ પસંદ કરી રહ્યા છે.

વ્યવસાયથી ધનાશ્રી એક ડોક્ટર છે પણ તે યુટ્યુબર, ડાન્સર અને એક કોરિયોગ્રાફર પણ છે. તેના તાબડતોડ ડાન્સ સ્ટેપને જોઈને કહી શકાય છે કે તેને ડાન્સનો ખુબ જ શોખ છે અને ડોક્ટર હોવા છતાં ડાન્સના દરેક સ્ટેપ તેના પર એકદમ ફિટ બેસે છે.

વીડિયોને શેર કરતા ધનાશ્રીએ લખ્યું કે,”આ મારો પોતાનો ફેવરિટ છે. આ થ્રોબેક વીડિયોને શેર કરવા માટે હું ખુબ જ રાહ જોઈ રહી હતી”.

ધનાશ્રી હાલના દિવસોમાં ડાન્સના ઓનલાઇન ક્લાસીસ પણ જુમ એપ્લિકેશન પર ઉપલબ્ધ કરાવી રહી છે. યુટ્યુબ પરની તેની ચેનલ ખુબ જ લોકપ્રીય છે, જેમાં તેના એક એક વિડીયો પર 10-10 લાખ જેટલા વ્યુ મળે છે.
જુઓ ધનાશ્રીનો તાબડતોડ ડાન્સ કરતો વિડીયો…
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.