રાજકોટમાં ભાભીએ દિયરનાં લગ્નમાં “લો ચલી મે” સોન્ગ પર કર્યો ગજબનો ડાન્સ, ૨૫ લાખથી વધુ લોકોએ જોયો વીડિયો

રાજકોટમાં ભાભીએ દિયરનાં લગ્નમાં “લો ચલી મે” સોન્ગ પર કર્યો ગજબનો ડાન્સ, ૨૫ લાખથી વધુ લોકોએ જોયો વીડિયો

સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે અને તેમાં પણ લગ્નમાં દિયર-ભાભીના વીડિયો ઘણા પસંદ કરવામાં આવે છે. દિયર-ભાભીની બોન્ડિંગ ઘણી ખૂબસુરત હોય છે. તેમના સંબંધમાં પ્રેમ, સમ્માન અને મિત્રતા હોય છે. ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, ફેસબુક અને યુટયૂબ પર ઘણા લગ્નના વીડિયો વાયરલ થતા હોય છે.

તેમાં જીજા-સાળી અને દિયર-ભાભીના વીડિયો ઘણા વાયરલ થતા હોય છે. હાલમાં જ દિયર-ભાભીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દિયરના લગ્ન પહેલા ભાભી મસ્ત થઇને ડાંસ કરી રહી છે. વર્ષ 2020માં રાજકોટમાં થયેલ લગ્નનો એક વીડિયો યૂટયૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં એક ભાભી તેના દિયરના લગ્ન પહેલા ખુશ થઇને ડાંસ કરી રહી છે.

ભાભીના ચહેરા પર આવી રહેલ નૂરથી તેમની ખુશીનો અંદાજ લગાવી શકાય છે. વીડિયોમાં ભાભીને ડાંસ કરતા જોઇ દિયર પણ ઘણા હરખાઇ રહ્યા છે.ભાભીએ દિયરના લગ્ન પહેલા “લો ચલી મેં” ગીત પર ડાંસ કર્યો હતો. ડાંસ કરતા કરતા તે દુલ્હા એટલે કે તેના દિયરને ત્યાં ખેંચી લાવી હતી. દિયર ભાભીના ડાંસને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. ડાંસ કરતા કરતા ભાભી એટલે કે ઘરની વહુ તેની સાસુના પગે પડી અને મહિલાઓની ભીડથી તેમને ખેંચી લાવી.

વીડિયોમાં જોઇ શકાય છે કે, જેઠાણી તેમની દેરાણીને લેવા જવા માટે ઘણા ઉત્સુક જોવા મળી રહ્યા છે.આ લગ્નના વીડિયોને અત્યાર સુધી યૂટયૂબ પર 25 લાખ 33 હજાર વ્યુઝ મળ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. દિયર ભાભીનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ વીડિયો તો વર્ષ 2020નો છે, પરંતુ આ વીડિયોને યૂટયૂબ પર 25 લાખ કરતા વધુ વ્યુઝ મળ્યા છે જેને કારણે તે હાલ વાયરલ થઇ રહ્યો છે. લોકો ભાભીના ડાંસની ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. ભાભીના ચહેરા પર દિયરના લગ્નને લઇને ઘણી ખુશી જોવા મળી રહી છે. ભાભીએ દિયરના લગ્ન પહેલા “લો ચલી મેં” ગીત પર ડાંસ કર્યો હતો.

આ વીડિયોમાં ભાભી તેમની સાસુને પણ નચાવી રહ્યા છે.આ વાયરલ વીડિયો પર અત્યાર સુધીમાં 900+ કોમેન્ટ આવી ચૂકી છે. ભાભીના ચહેરા પર જોવા મળતી ખુશીની દરેક વ્યક્તિ પ્રશંસા કરી રહી છે અને મોટા ભાગના લોકો કહે છે કે ‘ભાભી હોય તો આવી’

આપણા ભારતીય લગ્નોમાં રોનક તેમાં બનવા વાળા સંબંધોથી હોય છે. તમારા પ્રેમ, આદરભાવ, માન-સન્માનથી સંબંધો એક ખાટા-મીઠા રસ્તેથી પસાર થવા લાગે છે, તમે પણ જુઓ આ વીડિયો અને કોમેન્ટમાં તમારા ભાભી કે તમારા દિયરને જરૂર ટેગ કરજો, અથવા જેના લગ્ન નજીક હોય તેને પણ ટેગ કરજો !!

Shah Jina