તૂટેલા ફૂટેલા વાસણો અને નકામા ડબ્બામાંથી આ ટેણીયાએ બનાવી નાખ્યો ડ્રમ સેટ અને પછી એવી ધૂન વગાડી કે લોકો પણ કરી વાહ વાહ… જુઓ વીડિયો

આ ટેણીયાએ પોતાના જુગાડથી સોશિયલ મીડિયાને પણ હલબલાવી દીધું, નકામી વસ્તુઓમાંથી બનાવી એવી વસ્તુ કે.. જુઓ વીડિયો

આ દુનિયામાં ઘણા એવા ટેલેન્ટેડ લોકો હોય છે જે પોતાની કોઠા સૂઝથી એવી એવી વસ્તુઓ બનાવી લેતા હોય છે જેની કોઈએ કલ્પના પણ ના કરી હોય. ઘણા લોકોએ કેટલીક એવી વસ્તુ બનાવી છે જે દુનિયા માટે આજે પણ ઉપયોગી નિવળે છે. ઘણા બાળકો પણ ખુબ જ પ્રતિભાશાળી હોય છે અને તેમનામાં ટેલેન્ટ પણ ભરેલો હોય છે.

સોશિયલ મીડિયા પર આવા ઘણા ટેલેન્ટેડ બાળકોના વીડિયોને તમે વાયરલ પણ તથા જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં બાળકના ટેલેન્ટ અને તેની બુદ્ધિને જોઈને તમે પણ નતમસ્તક થઇ જશો, કારણે કે આ બાળકે પોતાની જરૂરિયાત માટે એક નકામી વસ્તુઓમાંથી ડ્રમ સેટ બનાવી દીધું છે.

વાયરલ થઈ રહેલા આ અદ્ભુત વિડિયોમાં એક નાનો છોકરો તેના સંગીત કૌશલ્યથી ઈન્ટરનેટને ચોંકાવી રહ્યો છે. જેમાં એક નાનું બાળક તૂટેલા વાસણોનો ઉપયોગ કરીને ડ્રમ સેટ વગાડતો અને દેશી જુગાડ બતાવતો જોવા મળે છે. બાળક દ્વારા બનાવેલ ડ્રમ સેટ, તે તેને બે લાકડીઓ વડે વગાડતો જોવા મળે છે, તેમાંથી નીકળતી ધૂન સાંભળીને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by ZIJIAN TANG (@james_tang_123)

યુઝર્સ બાળકની ક્રિએટિવિટીથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. વીડિયોમાં બાળકની પ્રતિભા ખરેખર પ્રશંસનીય છે. વીડિયો જોયા બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે બાળક વિશે માહિતી પણ માંગી છે, જેથી તેઓ તેની મદદ કરી શકે અને તેના માટે એક વાસ્તવિક ડ્રમ સેટ ખરીદી શકે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઝિજિયન તાંગ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 31 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

Niraj Patel