અઠવાડિયાના 6 દિવસ સુધી ડિલિવરી બોયનું કામ કરતો હતો આ યુવક, ફક્ત 1 દિવસ વીડિયો પાછળ આપીને બની ગયો સોશિયલ મીડિયા સ્ટાર, જુઓ કેવી રીતે

રૂપાળી છોકરીઓ પણ જેની દીવાની બની જાય છે એવા સોશિયલ મીડિયા સ્ટારની કહાની છે ખુબ જ દિલચસ્પ, મિત્રોના ફોનથી બનાવ્યા વીડિયો અને આજે બની ગયો સ્ટાર… જુઓ

દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનું નામ બનાવવા માટે ખુબ જ મહેનત કરતું હોય છે. ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનું ટેલેન્ટ બતાવીને નામના પણ મળેવી લીધી છે. આજે લોકો સોશિયલ મીડિયા સ્ટારને પણ ફિલ્મી સિતારાઓની જેમ પ્રેમ આપે છે અને તેમના વીડિયોને ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

ત્યારે એવું જ એક નામ છે ડિલિવરી બોય તરીકે કામ કરનાર ઓસ્ટિન સ્ટેનલીનું. જે હવે સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયો છે. મીમ હોય કે રીલ્સ, તે દરેક જગ્યાએ પ્રભુત્વ ધરાવે છે. તેના ફની શોર્ટ વીડિયો જોરદાર વાયરલ થાય છે. એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે તે 6 દિવસ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને જ્યારે તેને એક દિવસની રજા મળતી ત્યારે તે તેમાં વીડિયો બનાવતો હતો.

ઓસ્ટિન સ્ટેનલી મૂળ કેરળનો છે પણ નવી મુંબઈમાં મોટો થયો છે. તે ભારતીય શોર્ટ વિડિયો એપ્લીકેશન મોજ પર વીડિયો બનાવે છે. થોડી જ વારમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. Moj પર તેના 22 લાખથી વધુ ફોલોઅર્સ છે. અહીં તેના વીડિયોને લાખો વ્યૂઝ મળે છે.

ઑસ્ટિન કહે છે કે તેને શરૂઆતથી જ વીડિયો બનાવવાનો શોખ હતો. પરંતુ એક દિવસ જ્યારે તેનો એક વીડિયો વાયરલ થયો અને એક ફેમસ મીમ પેજ પર દેખાયો ત્યારે તેણે કન્ટેન્ટ ક્રિએશનને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. ઓસ્ટિન મોજ એપ પર રમુજી, સર્જનાત્મક અને રસપ્રદ વીડિયો બનાવે છે.

ઓસ્ટીને કહ્યું “એકવાર મેં એક છોકરી સાથે વીડિયો બનાવ્યો હતો. તેના પર લોકોએ કમેન્ટ કરી કે હું તેના પિતા જેવો દેખાઉ છું. ત્યારથી વધુ વીડિયો બનાવવાનું શરૂ કર્યું કારણ કે લોકો ધ્યાન આપવા લાગ્યા. જો કે, ઘણા યુઝર્સે તેને ટ્રોલ પણ કર્યો પરંતુ ઓસ્ટીને તેને સકારાત્મક રીતે લીધું. વીડિયોમાં ઓસ્ટિન સાથે ઘણી છોકરીઓ છે.

 

View this post on Instagram

 

A post shared by riyoo_5 (@rioooo_5)

જેને જોઈને લોકો પૂછે છે કે ઓસ્ટિનને આટલી બધી ગર્લફ્રેન્ડ કેવી રીતે મળી? આ સવાલના જવાબમાં તે કહે છે કે મારે કોઈ સંબંધ નથી. હું મિત્રોની બ્રેકઅપ સ્ટોરી પર વીડિયો બનાવું છું. ડિલિવરી બોય હોવાને કારણે, ઓસ્ટિનને આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો.

 

View this post on Instagram

 

A post shared by ~ (@real_joker_austin_)

જ્યારે તેની પાસે સારી કેમેરા ક્વોલિટીવાળો ફોન ન હતો ત્યારે તેણે વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. તેણે તેના વીડિયો શૂટ કરવા માટે તેના મિત્રના ફોનનો ઉપયોગ કર્યો હતો. તે રવિવારે (ઓફ ડે) એક સમયે 5-6 વીડિયો શૂટ કરતો હતો અને પછી એક અઠવાડિયા સુધી નિયમિત રીતે પોસ્ટ કરતો હતો. શરૂઆતમાં તેને પરિવાર તરફથી પણ કોઈ સહયોગ મળ્યો ન હતો. પરંતુ જેમ જેમ સફળતા મળવા લાગી તેમ તેમ લોકોનો સહયોગ પણ મળવા લાગ્યો.

Niraj Patel