દિલ્લીનાં પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે નિધન, વડાપ્રધાને ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું

0

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આજે 81 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ઘણા લાંબા સમયથી તેઓ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. શીલા દીક્ષિતનો એસ્કોર્ટ હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો હતો.

શીલા દીક્ષિત 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા. શીલા દીક્ષિતના નેતૃત્વમાં કોંગ્રેસે 3 વાર સરકાર બનાવી હતી. શીલા દીક્ષિત સૌથી લાંબા સમય(15 વર્ષ) સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા હતા. શીલા દીક્ષિતનો મૃતદેહ તેના નિઝામુદીન સ્થિત નિવાસ સ્થાન લાવવામાં આવશે.

કોંગ્રેસના કદાવર નેતા શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના પંજાબના કપૂરથલામાં થયો હતો. તેઓ દિલ્લીમાં કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં ભણ્યા હતા.

શીલા દીક્ષિતને દિલ્લીના ચહેરાઓ બદલવાનો શ્રેય જાય છે. તેના કાર્યકાળમાં દિલ્લીમાં મઘના વિકાસ કાર્ય થયા હતા. શીલા દીક્ષિતે મહિલાઓની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર આયોગમાં 5 વર્ષે (1984-89) સુધી ભારતનું પ્રતિનિધત્વ કર્યું હતું. તેઓએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં 1986-89 સુધી સંસદીય કાર્યરાજ્યમંત્રી રહ્યા હતા. 1998માં લોકસભા ચૂંટણીમાં શીલા દીક્ષિતે ભાજપના લાલબિહારી તિવારીને દિલ્લી પૂર્વમાં કારમી હાર આપી હતી. ત્ત્યારબાદ તેઓ મુખમંત્રી બન્યા હતા.

 

View this post on Instagram

 

Former Delhi Chief Minister Sheila Dikshit, who was hospitalised, has died at the age of 81 . . #SheilaDikshit #Delhi #CM #RIP

A post shared by JioNews (@jionews) on


શીલા દીક્ષિતને 2 બાળકો છે. સંદીપ દીક્ષિત અને પુત્રી લતિકા સૈયદ છે. સંદીપ દીક્ષિત કોંગ્રેસના સંસદ રહી ચુક્યા છે.


વડાપ્રધાન નરેન્દ મોદીએ શીલા દીક્ષિતનઆ મૃત્યુ ઉપર દુઃખ વ્યક્ત કરી ટ્વીટ કર્યું હતું.

Senior Congress leader and former Delhi Chief Minister Sheila Dikshit died today at the age of 81 years. She was admitted to Fortis Escorts Heart Institute, where she was undergoing treatment for a few years, on Friday. She had cardiac arrhythmia (irregular heartbeat).

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here