બોલીવુડની ટોપ અભિનેત્રી જોડે ભીડમાં ન થવાનું થઇ ગયું, જુઓ વિડીયો
બોલિવુડની મશહૂર અભિનેત્રીઓમાંની એક દીપિકા પાદુકોણ જયાં પણ જાય છે તેને ત્યાં ચાહકો ઘેરી લેતા હોય છે. દીપિકાની ફેન ફોલોઇંગ ખૂબ જ છે અને તે લાખો લોકના દિલ પર પણ રાજ કરે છે.
દીપિકા પાદુકોણનો હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, દીપિકા ભીડ જોઇ થોડી ભયભીત લાગી રહી છે અને તે તેની ગાડી તરફ આગળ વધી રહી છે.
પરંતુ આ વચ્ચે દીપિકા પાદુકોણના પર્સને કોઇ ખેંચવાની કોશિશ કરી રહ્યુ છે. દીપિકા પાદુકોણ ભીડમાં એવી રીતે ફસાયેલી હતી કે, તેને નીકાળવી થોડી મુશ્કિલ હતી.
આમ તો ફિલ્મ સ્ટાર્સ માટે ચાહકોનું પાગલપન કેમેરામાં કેદ થઇ જતું હોય છે પરંતુ આ વખતો નજારો કંઇક અલગ હતો. હદ તો ત્યારે થઇ ગઇ જયારે ભીડમાં દીપિકા પાદુકોણના પર્સનેે ખેંચવાની કોશિશ થઇ.
વીડિયોમાં જોઇ શકાય છે કે, દીપિકા એક કૈફેમાંથી બહાર આવે છે અને જયાં એક ગાડી તેમની રાહ જોઇ રહી હોય છે. દીપિકા જેવી જ બહાર નીકળે છે કે લોકોની ભીડ એકઠી થઇ જાય છે.
આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે, ટિશૂ પેપર વેચનાર કેટલીક મહિલાઓ દીપિકાની પાસે આવે છે અને ટિશૂ પેપર ખરીદવા માટે કહે છે. જેમ તેમ કરીને ગાર્ડસ દીપિકાને ભીડથી બચાવવા માટે કોશિશ કરે છે અને આ વાત પર જ કોઇ તેમનું પર્સ ખેંચવાની કોશિશ કરે છે. પરંતુ દીપિકાની પકડ મજબૂત હોય છે અને તે ગાડીમાં બેસી જાય છે.
View this post on Instagram
દીપિકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે આ દિવસોમાં શકુન બત્રાની ફિલ્મનું શુટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી છે.
દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે જલ્દી જ ફિલ્મ “83”માં જોવા મળશે. આ ફિલ્મમું નિર્દેશન કબીર ખાને કર્યુ છે. આ ઉપરાંત દીપિકા ‘પઠાન’ માટે દુબઇ જશે. ત્યાં તે શાહરૂખ ખાન અને જોન અબ્રાહમ સાથે ફિલ્મનું છેલ્લું શિડયુલ પૂરુ કરશે.
દીપિકાની એક બીજી ફિલ્મ પણ આવવાની છે જે સિદ્ધાર્થ આનંદની “ફાઇટર” છે. આ ફિલ્મમાં તે અભિનેતા હ્રતિક રોશન સાથે જોવા મળશે. દીપિકા પાસે ઘણી મોટી ફિલ્મો છે.