કોણ છે આ સ્ત્રી જેની સામે PM મોદી પણ ઝુકાવી રહ્યા છે માથું? જુઓ
હાલ સોશિયલ મીડિયામાં પીએમ મોદીની એક તસ્વીર વાયરલ થઇ હતી જેમાં રહેલ મહિલાને મોટા ઉદ્યોગપતિની પત્ની તરીકે ઓળખ બતાવવામાં આવી હતી, જાણો શું છે આ તસ્વીરની હકીકત, જાણો કોણ છે આ મહિલા.આપણી દેશની ઘણી એવી મહિલાઓ છે જેમને પોતાના સાહસ અને મહેનત દ્વારા એક આગવી નામના ઉભી કરી છે. એક એવી મહિલા પણ છે જેની આગળ પ્રધાનમંત્રી મોદીએ પણ બે હાથ જોડી માથું નમાવીને નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીની આ તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી હતી. જેમાં પીએમ નરેન્દ્ર મોદી એક મહિલા સામે માથું ઝુકાવી રહ્યા હતા. ત્યારે લોકો જાણવા માંગતા હતા કે આ મહિલા આખરે છે કોણ જેની સામે પીએમ પણ ઝૂકી રહ્યા છે.

આ મહિલાનની માત્ર પ્રધાનમંત્રી મોદી સાથે જ તસ્વીર નથી, પરંતુ પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, રજનીકાંત, શાહરુખ ખાન, વિદ્યા બાલન, કમલ હસન સાથે પણ તસવીરો જોવા મળે છે.

તસ્વીર જોઈને જે મહિલાની ચર્ચાઓ આટલી બધી ચાલી હતી તે મહિલાનું નામ છે દીપિકા માંડલ. નરેન્દ્ર મોદી સાથે તેમની જે તસ્વીર જોવા મળી રહી છે તે હાલની નથી પરંતુ 2015ની છે. આ તસ્વીરને કોઈ ઇવેન્ટ દરમિયાન ખેંચવામાં આવી હતી.

દીપિકા માંડલ દિલ્હીના એનજીઓ “દિવ્ય જ્યોતિ કલચરલ ઓર્ગેનાઇઝેશ એન્ડ વેલ્ફેર સોસાયટી”ની ચીફ ફંક્શનરી ઓફિસર છે. તેમને આ પદ 2003માં મળ્યું હતું.

જે એનીજીઓમાં દીપિકા માંડલ કામ કરે છે તે ઇન્ડિયન આર્ટ એન્ડ કલચરને પ્રમોટ કરે છે. એટલું જ નહિ આ એનજીઓ આર્ટ એન્ડ કલચર, એજ્યુકેશન એન્ડ લિટરેસી, ટ્રાઇબલ અફેયર્સ ઉપર પણ કામ કરવા માટે વોકેશનલ ટ્રેનિંગ પણ આપે છે. તેમનો આ એનજીઓ દિલ્હી, મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ એમ ત્રણ રાજ્યોમાં કાર્યરત છે.