દિપક ચાહરના પહેલા બોલ ઉપર સિક્સ ફટકારીને આંખોથી કાતરીયા મારનાર માર્ટિન ગુપ્ટિલની ચાહરે કરી એવી હાલત કે જીવનભર યાદ રાખશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટી-20 સિરીઝ શરૂ થઇ ગઈ છે. ગઈકાલે પહેલા જ રોમાંચક મુકાબલામાં ન્યુઝીલેન્ડને ભારતે હરાવ્યું. ભારતે ન્યુઝીલેન્ડને 5 વિકેટે હરાવી દીધું. જયપુરના સવાઈ માનસિંગ સ્ટેડિયમમાં રમવામાં આવેલી આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતની ટીમે આ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો.

ભારત તરફથી સુર્યકુમાર યાદવ અને નવા કપ્તાન એવા રોહિત શર્માએ શાનદાર બેટિંગ કર્યું. ટી-20 વર્લ્ડ કપની અંદર ખરાબ પ્રદર્શન કર્યા બાદ હવે ભારતની ટીમ સકારાત્મક વિચારો સાથે મેદાનમાં ઉતરેલી જોવા મળી અને ન્યુઝીલેન્ડ સામેની પહેલી જ મેચમાં તેમને હરાવીને જીત તરફ અગ્રેસર થયું.

 

આ મેચમાં માર્ટિન ગપ્ટિલ અને દિપક ચાહર વચ્ચે વિવાદ પણ જોવા મળ્યો. આ વિવાદ ઈશારા ઈશારામાં જ થયો હતો, જેમાં બન્યું એવું કે ન્યુઝીલેન્ડના બેટિંગ સમયે 18મી ઓવરમાં દિપક બોલિંગ કરવા માટે આવ્યો હતો. ત્યારે ગપ્ટિલ 40 બોલની અંદર 64 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો.

18મી ઓવારના પહેલા બોલ ઉપર ગપ્ટિલે લોન્ગ ઉપરથી 98 મીટરનો લાંબો છક્કો માર્યો. આ બોલ ઉપર છક્કો માર્યા બાદ ગપ્ટિલ બોલ તરફ નહિ પરંતુ દિપક ચાહર તરફ જોવા લાગ્યો અને આંખોથી જ દિપકને કાતરીયા પણ મારવા લાગ્યો હતો, જવાબમાં દીપકે તેના તરફ નજર પણ નહોતી કરી.

પરંતુ આ વાતનો બદલો દીપકે અલગ રીતે લીધો. તેના બીજા જ બોલ ઉપર દીપકે એક ફૂલ લેન્થ બોલ ફેંક્યો. જો કે આ બોલની સ્પીડ ઓછી હતી અને ગપ્ટિલ ફરી એકવાર ઊંચો શોટ રમવા માટે ગયો. બોલ ધીમો હોવાના કારણે ગપ્ટિલ મનગમતો શોટ ના લગાવી શક્યો અને દીપ મીડ વિકેટ ઉપર કેચ હાઉ થઇ ગયો.


હવે આ વખતે આંખોથી કાતરીયા મારવાની વારી દિપકની હતી. તેને બદલો લેતે જે અંદાજમાં ગપ્ટિલ તેને જોઈ રહ્યો હતો તે જ અંદાજમાં કાતરીયા માર્યા. પરંતુ આ વખતે ગપ્ટિલ આંખો નીચી કરી અને પેવેલિયન તરફ ચાલી નીકળ્યો. સોશિયલ મીડિયામાં આ બંનેની તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

Niraj Patel