દીકરીએ ખરીદ્યો 35000 રૂપિયામાં ગુચીનો બેલ્ટ, તો મમ્મીએ જોઈને આપ્યો એવો જવાબ કે વીડિયોને જોઈને તમે પણ હસવા લાગશો

મા તો મા હોય છે. લાખ રૂપિયાની વસ્તુ પણ એના માટે તો ધૂળ બરાબર, આ વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ આવી જશે

આજના સમયમાં બાળકો ખુબ જ શોખીન બની ગયા છે, તેમને સારી અને બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી ગમતી હોય છે. આ વસ્તુઓ માટે તે હજારો લાખો રૂપિયા પણ ખર્ચતા હોય છે, પરંતુ આવી વસ્તુ જો ઘરે લાવી અને મમ્મીને બતાવીએ તો મમ્મી તરત જ કહી દેશે કે આવું તો સસ્તામાં મળે છે. હાલ આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં મમ્મીનું સાચું રૂપ જોવા મળે છે.

વાયરલ થઇ રહેલા વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છબી ગુપ્તા દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે છબી પોતાની માતા અનિતા ગુપ્તાને ગુચીનો બેલ્ટ ખરીદવા વિશે જણાવી રહી છે. છબીએ જેવી જ આ બેલ્ટની કિંમત તેની માતાને જણાવી તેમનું રિએક્શન જોવા લાયક હતું. એક મિનિટ 4 સેકેન્ડના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે છબીની મા બેલ્ટ વિશે જાણવા માંગે છે.

તેની મમ્મીએ જેવી બેલ્ટ ઉઠાવીને તેની કિંમત પૂછી તરત જ તેમના હોશ ઉડી ગયા. દીકરીએ ગુચીનાં આ બેલ્ટની કિંમત 35,000 જણાવી. કિંમત સાંભળીને હેરાન રહી ગયેલી મમ્મી કહેવા લાગી કે આ માર્કેટમાં 150 રૂપિયામાં મળી જશે.

એટલું જ નહીં રાંચીની દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પહેરવામાં આવતા સ્કૂલ યુનિફૉર્મના બેલ્ટ સાથે પણ તેની તિલના કરી નાખી. આ ઉપરાંત મમ્મીએ લડવાનું પણ શરૂ કરી દીધું કે પૈસા મળી જાય એટલે બરબાદ કરવામાં લાગી જાય છે. પોતાની માતાનું રિએક્શન જોઈને છબી સતત હસતી જ રહી. જુઓ તમે પણ આ વાયરલ વીડિયો…

Niraj Patel