Daughter marries to father: ઘણીવાર દેશ-વિદેશમાંથી અથવા તો પાડોશી દેશમાંથી એવી એવી પ્રેમ કહાનીઓ સામે આવે છે કે આપણે જાણી જ હેરાન રહી જઇએ કે આવું કેવી રીતે બની શકે. તાજેતરમાં જ પાકિસ્તાનમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેના વિશે સાંભળી લગભગ દરેક લોકો આશ્ચર્યચકિત છે. વીડિયોમાં એક છોકરી દાવો કરી રહી છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે. રાબિયા નામની પાકિસ્તાની છોકરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના વિશે ઘણા યુઝર્સે દાવો કર્યો છે કે છોકરીએ તેના જ પિતા સાથે લગ્ન કર્યા અને ચોથી પત્ની બની.
યુવતીએ તેની પાછળ પણ એક વિચિત્ર કારણ જણાવ્યું છે. વીડિયોમાં એક છોકરી અને તેના પિતા સાથે જોવા મળી રહ્યા છે. આ ક્લિપમાં યુવતી દાવો કરી રહી છે કે તેણે તેના પિતા સાથે લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ લોકો આશ્ચર્યજનક પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વીડિયોમાં કેમેરાની પાછળ ઉભેલી મહિલા યુવતિને પૂછે છે કે તમે ચોથી પત્ની છો, તમે ચોથી પત્ની છો અને આ એક વિચિત્ર સંયોગ છે. આ સવાલ સાંભળીને છોકરી કહે છે કે કેમ કે મેં સાંભળ્યું છે કે રાબિયા નામની છોકરીઓ જે હોય છે તે ચોથી દીકરી હોય છે, કારણ કે હું બીજા નંબરની છું, મેં કહ્યું, જો મારે ચોથા નંબર પર ફિટ થવું હોય તો હું ચોથા લગ્ન કરી લઉં. હું આ રીતે ચોથી પત્ની બની છું,
પિતા-પુત્રીના લગ્નનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. આ અંગે લોકો આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો માની શકતા નથી કે કોઈ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે છે. જો કે, વાયરલ વીડિયો વિશે અલ્ટ ન્યઝના સહ-સ્થાપક અને ફેક્ટ ચેકર મુહમ્મદ ઝુબૈરે દાવો કર્યો છે કે પાકિસ્તાની છોકરીએ તેના પિતા સાથે લગ્ન કર્યા નથી, પરંતુ ઘણા રાઇટ વિંગવાળા હેન્ડલ દ્વારા ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. તેણે કહ્યુ કે જે વ્યક્તિના લગ્નની વાત થઇ રહી છે તે ત્રણ પત્નીઓને છૂટાછેડા આપી ચૂક્યો છે અને ચોથા લગ્ન કર્યા છે. તેણે એક વીડિયો ટ્વીટ કરી અને તેમાં એ વાત સ્પષ્ટ થઇ રહી છે.
આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે લગ્નના છ વર્ષ બાદ તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું કે તેના પતિને પહેલા ત્રણ પત્નીઓ છે. વીડિયોમાં એક મહિલા પાકિસ્તાની કપલ સાથે વાત કરતી સંભળાય છે. તે કહે છે કે અરબીમાં રાબિયાનો અર્થ ‘ચાર’ થાય છે. તે રાબિયાના ચોથી પત્ની હોવાના સંયોગ પર સવાલ કરે છે. આના પર પાકિસ્તાની છોકરી જવાબ આપે છે, “કારણ કે મેં સાંભળ્યું હતું કે રાબિયા નામની છોકરીઓ ચોથી દીકરીઓ હોય છે.” મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, બીજા નંબર પર છું, તો જો મારે ચોથા પર ફિટ થવું હોય તો હું ચોથા સાથે લગ્ન કરી લઉ અને ચોથી પત્ની બની જવુ છું.
A lot of RW handles like @kajal_jaihind are known to share Misinformation.
Do listen to the video again, She’s not his daughter as you all claim.
Also, The guy (Amir Khan) in the video divorced his 3 wives and got married to Rabia. Not to his daughter as claimed by Right Wing. https://t.co/bqrVjh0BW2 pic.twitter.com/tDmIzeYgdt— Mohammed Zubair (@zoo_bear) July 8, 2023