ખબર

સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, પિતાનું મૃત્યુ થયું હોય કે નહીં, દીકરીને સંપત્તિમાં મળશે સમાન અધિકાર

સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારના રોજ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે દીકરી પણ પોતાના પિતાની સંપત્તિમાં બરાબરની ભાગીદાર રહેશે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે સંશોધિત હિન્દૂ ઉત્તરાધિકાર અધિનિયમ હેઠળ આ દીકરીઓનો અધિકાર છે. અને દીકરી હંમેશા દીકરી રહે છે. કોર્ટે જણાવ્યું કે હિન્દૂ મહિલાને પિતાની સંપત્તિમાં ભાઈની સમાન જ ભાગ મળશે.

Image Source

કોર્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે સપ્ટેમ્બર 2005 બાદથી દીકરીઓને હિન્દૂ અવિભાજિત પરિવારની સંપત્તિઓમાં ભાગ મળશે. વર્ષ 2005માં કાનૂન બનાવવામાં આવ્યું હતું કે દીકરા અને દીકરી બંનેનો પિતાની સંપત્તિમાં બરાબરનો હક રહેશે. પરંતુ તેમાં એ સ્પષ્ટ નહોતું કે જો પિતાનું મૃત્યુ 2005 પહેલા થઇ ગયું હોય તો આ કાનૂન એવા પરિવારો ઉપર લાગુ થશે કે નહીં.

Image Source

આ મામલામાં મંગળવારે ન્યાયાધીશ અરુણ મિશ્રાની અગવાઈમાં નિર્ણય કરવામાં આવ્યો કે આ કાનૂન દરેક પરિસ્થિતિમાં લાગુ થશે. પોતાના નિર્ણયમાં જણાવવામાં આવ્યું કે આ કાનૂન બનવા પહેલા એટલે કે વર્ષ 2005થી પહેલા પણ જો પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પિતાની સંપત્તિમાં દીકરીને દીકરાની બરોબર અધિકાર મળશે.

Image Source

હિન્દૂ ઉત્તરાધિકાર અધિનિયમ 1965માં વર્ષ 2005માં સંશોધન કરવામાં આવ્ય હતું. તે અંતર્ગત પૈતૃક સંપત્તિમાં દીકરીઓને સમાન હક આપવાનું પ્રાવધાન હતું. તે અંતર્ગત કાનૂની હકદાર હોવાના કારણે પિતાની સંપત્તિ ઉપર દીકરીનો સમાન અધિકાર છે જેટલો દીકરાનો. લગ્નથી આનો કોઈ સંબંધ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.