કોરોનાની વેક્સીન લીધા બાદ ખુશ થઇ ગયા ગુરુદીપ, ભારતીય ડાન્સરે બરફની ઝીલ ઉપર કર્યો ભાંગડા, વીડિયો થયો વાયરલ

છેલ્લા એક વર્ષથી દુનિયાભરના દેશો કોરોના સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે હવે વેક્સિનના ડોઝ પણ ભારત સંતે ઘણા દેશોની અંદર લાગવાના શરૂ થઇ ગયા છે. ઘણા લોકોએ કોરોનામાં પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ હવે વેક્સીન આવતા લોકોમાં ખુશીની લહેર પણ છવાઈ ચુકી છે.

આ બધા વચ્ચે જ કેનેડાના ડાન્સર ગુરુદીપ પંધેર દ્વારા કોરોના વેકસીનનો પહેલો ડોઝ 2 માર્ચના રોજ લેવામાં આવ્યો હતો. કોરોના વેક્સિનનો ડોઝ લીધા બાદ ગુરુદીપે ખુબ જ અલગ અંદાજમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે વેક્સીન લીધા બાદ મોટાભાગના લોકો પોતાના ઘરે જઈને આરામ કરતા હોય છે. પરંતુ ગુરુદીપે તેનાથી વિપરીત કામ કર્યું. જયારે તેને કોરોનાની વેક્સીન આપી દેવામાં આવી ત્યારબાદ તે બરફ જામી ગયેલી એક ઝીલ ઉપર ગયો અને તેના ઉપર જઈને ભાંગડા કરવા લાગ્યો.

ગુરુદીપનો ભાંગળા કરતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થવા લાગ્યો અને તેનો આ નિરાળો અંદાજ પણ સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ગુરુદીપે પોતે જ ટ્વીટર ઉપર એક પોસ્ટ શેર કરતા પોતાના ચાહકો અને ફોલોઅર્સને જણાવ્યું કે વેક્સીન લગાવ્યા બાદ સીધા જ યુકોનમાં જુમેલી ઝીલ ઉપર ચાલ્યો ગયો અને તેની ખુશી મનાવવા માટે તેને ખુબ જ ભાંગડા કર્યા.

તેની આ પોસ્ટમાં 55 સેકેન્ડની એક વીડિયો કલીપ સામેલ છે. જેમાં તે જામી ગયેલી ઝીલ ઉપર ભાંગડા કરતો નજર આવે છે. તો પોસ્ટના કેપશનમાં ગુરુદીપે લખ્યું છે, “કાલે સાંજે મને કોવિડ-19 વેક્સિંનનો પહેલો ડોઝ મળ્યો ત્યારે હું મારી ખુશી વ્યક્ત કરવા માટે જામેલી ઝીલ ઉપર ગયો અને ત્યાં ભાંગડા કર્યા.”

Niraj Patel