પટેલ સાથે લગ્ન કરનારી પંજાબી હિરોઈન લગ્નના બીજા જ દિવસે ઉપડી ગઈ હનીમૂન માણવા, તસવીરો જોઈને દિલ ખુશ થઇ જવાનું છે

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે સામાન્ય માણસોની સાથે સાથે ઘણા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. સેલેબ્સના લગ્નના કારણે તેમના ચાહકો પણ ખુબ જ ખુશ ખુશાલ જોવા મળતા હોય છે. ત્યારે આવા જ એક લગ્નની ખબર હાલમાં જ સામે આવી હતી. જેમાં અભિનેત્રી દલજીત કૌરે નિખિલ પટેલ સાથે 18 માર્ચના રોજ લગ્નના સાત ફેરા ફર્યા હતા.

તેમના લગ્નની ઘણી બધી તસવીરો પણ સામે આવી હતી અને ચાહકો સાથે ઘણા બધા સેલેબ્સે પણ તેમને સુખી લગ્ન જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી. ત્યારે હાલ આ કપલ લગ્નના બીજા જ દિવસે હનીમૂન માટે નીકળી ગયું છે. તેમણે પોતાના હનીમૂન માટે થાઈલેન્ડ પસંદ કર્યું અને તેમના હનીમૂનની શરૂઆત થતા જ તેઓ વીડિયો એને તસવીરો પણ શેર કરવા લાગી ગયા છે.

અભિનેત્રીએ જણાવ્યું કે લગ્ન બાદ તે પહેલીવાર પતિ સાથે ઓફિશિયલ ડેટ પર આવી છે. દલજીતના પતિ નિખિલે તેને સરપ્રાઈઝ આપવા માટે ખાસ ડિનરનું આયોજન કર્યું હતું. થાઈલેન્ડની એક રેસ્ટોરન્ટમાં તેણે અભિનેત્રીને શ્રેષ્ઠ ભોજન ખવડાવીને તેનું દિલ જીતી લીધું હતું. દિલજીતે તેના પતિ સાથેની પહેલી ઓફિશિયલ ડેટનો અનુભવ શેર કર્યો અને તેના માટે ફૂડ તૈયાર કરનાર શેફની તસવીર પણ શેર કરી.

પોતાનો અનુભવ શેર કરતા દલજીતે કેપ્શનમાં લખ્યું “તે એક અદ્ભુત ગેસ્ટ્રોનોમિકલ અનુભવ હતો. અમારી પ્રથમ ઓફિશિયલ ડેટ” તેણે આગળ લખ્યું, “મિસ્ટર અને મિસિસ પટેલ બેંગકોકમાં છે. થાઈલેન્ડના શેફ એન્ડ્રુ માર્ટિન અને તેમની આખી ટીમ મિશેલિન સ્ટારમાં છે. અહીં લાવવા બદલ પતિનો આભાર.”

તમને જણાવી દઈએ કે દલજીત અને નિખિલના આ બીજા લગ્ન છે. પહેલા લગ્નથી દલજીતને એક દીકરો છે, જ્યારે નિખિલને બે દીકરીઓ છે. બીજા લગ્ન હોવા છતાં પણ નિખીલે આ લગ્ન તમામ વિધિ વિધાન સાથે ખુબ જ ધામધૂમથી કર્યા હતા. લગ્નમાં બંનેના બાળકો પણ સામેલ રહ્યા હતા અને કપલે તેમની સાથે પોઝ પણ આપ્યો હતો. લગ્ન સમયે આ દંપતી ખુબ જ ખુશ ખુશાલ દેખાતું હતું.

Niraj Patel