...
   

“યે રિશ્તા ક્યાં કહેલાતા હે” ના સેટ ઉપર “તૌકતે” વાવાઝોડાએ મચાવી તબાહી, જુઓ આ ઘટનાનો વાયરલ થઇ રહેલો વીડિયો

અરબ સાગરની અંદર ઉઠેલા ચક્રવાત “તૌકતે” સતત તાકાતવર બની રહ્યું છે અને બહુ જ જલ્દી દેશના તટીય વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. રવિવારે તૌકતે વાવાઝોડાએ મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર તબાહી મચાવી દીધી.

તો આ ઉપરાંત ટીવી ઉપરની ખ્યાતનામ ધારાવાહિક “યે રિશ્તા ક્યાં કહેલતા હે”ના સેટ ઉપર પણ આ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી હતી. આ ધારાવાહિકનું શૂટિંગ હાલમાં ગુજરાતના સિલવાસામાં ચાલી રહ્યું છે.

આ સ્ટેટ ઉપર તૌકતે વાવાઝોડા આવ્યા બાદ શું હાલત થઇ તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને અભિનેતા કરન કુંદ્રાના ફેન પેજ દ્વારા શેર કર્યો છે.. કરન આ ધારાવાહિકમાં રણવીરના રોલમાં નજર આવી રહ્યો છે અને તેને ઇન્સ્ટાગ્રામમાં આ વીડિયોને પોસ્ટ કર્યો છે.

વીડિયોની અંદર નજર આવી રહ્યું છે કે સેટ ઉપર હાજર રહેલા લોકો જલ્દી જલ્દી સામાન ભેગો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાગો ભાગોની બૂમો પણ પાડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે મહારાષ્ટ્રમાં ફિલ્મોથી લઈને ટીવી શો અને વેબ સિરીઝના શૂટિંગ ઉપર રોક લગાવી દેવામાં આવી છે. ઘણા ટીવી શો દ્વારા પોતાના શૂટિંગ લોકેશનને અલગ અલગ શહેરોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

Niraj Patel